Business

નો હોર્ન કેમ્પઇન

સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ‘નો હોર્ન’ કેમ્પઇન શરૂ કરવામાં આવ્યું તે સરાહનીય છે, કારણ કે આપણે ત્યાં ‘હોર્ન સેન્સ’ કોઇને નથી. સિગ્નલ હોય કે રસ્તા પર પાછળથી જોરજોરથી હોર્ન વગાડવામાં આવે છે. મારી સાથે પણ આ બન્યું છે ત્યારે હું તો મજાકમાં હોર્ન વગાડનારને કહેતી હતી કે ‘‘ભાઇ, તમારે તો ઊડીને જવું જોઇએ.’’ અમે નેપાળ પ્રવાસમાં ગયા હતા ત્યારે કાઠમંડુમાં અમને બસ દ્વારા સાઈડ સીન બતાવવા લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ખૂબ જ ટ્રાફિક હતો, પંરતુ કોઈ હોર્ન વગાડતું નહોતું.

અમે એ સંદર્ભે ડ્રાઈવરને પૂછ્યું તો ડ્રાઈવરે કહ્યું, ‘‘હોર્ન નહીં વગાડાય, હોર્ન વગાડીશું તો મોટી રકમની ટિકિટ ફાટી જશે’’ (એટલે કે દંડ ફટકારવામાં આવશે). કેનેડામાં અમે ઘણાં રાજ્યોમાં, તેના શહેરમાં અમે ફર્યાં છીએ. ત્યાં પણ કોઈ હોર્ન નહીં વગાડે. ત્યાં તો જો કોઈ હોર્ન વગાડે તો આગળની વાહનચાલક વ્યક્તિને અપમાન જેવું લાગે. એવું તો શું થયું કે પાછળના વાહનચાલકને હોર્ન વગાડવો પડ્યો! મને લાગે છે કે અહીં પણ સુરત ટ્રાફિક પોલીસ મોટી રકમની ટિકિટ ફાડવા માંડે તો અવાજનું પ્રદૂષણ ઓછું કરવામાં કંઈક કાર્ય થઈ શકે. બીજી તરફ બધાથી ફટાફટ આગળ નીકળી જવાની માનસિકતા દૂર કરી શાંત વાતાવરણનું નિર્માણ કરવાની માનસિકતા લોકો પણ રાખતાં થાય તો ઉદ્દેશ સિદ્ધ થઈ શકે.
સુરત      – ડૉ. જયા યોગેશ હલાટવાળા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પરીક્ષાના પરિણામ!
પરીક્ષા લેવી એ લેનારના હકની વાત છે. વર્ષોથી ચાલી આવતી પ્રથા રાતોરાત બદલાઈ જવાની નથી પરંતુ અનામત ક્વોટાવાળા નોકરીવાંછુકોને જરૂરી સવલત પૂરી પાડી એટલા જ ટકાવી લેવામાં આવે તો સવર્ણ વર્ગને પણ લાભ મળે અને અનામત કવોટાવાળા વિદ્યર્થીને લાભ મળે. જો સવર્ણ ગરીબ હોય તો તેને પણ પુસ્તકો, ક્લાસ કરવા જેવી સવલતો પૂરી પાડવી. બાકી આંદોલન,પછાત વર્ગના વિદ્યાર્થી પ્રત્યે સૂગ કે ઓછા ટકાએ નોકરી મળે એ કોઈ વિકલ્પ નથી. રોજગાર મેળવવાનો હક સવર્ણોને પણ છે અને અનામત ક્વોટાવાળાને પણ છે. શિક્ષણ જગતના ધુરંધરો આ બાબતે વિચારે.
નવસારી – પ્રીતિકુમારી પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top