પાયલ નાગ નામની ઓરિસ્સાની એક દીકરી જયારે પાંચ વર્ષની હતી ત્યારે તેના છાપરા પર 11000 વોલ્ટની લાઈન જતી હતી તેના સંપર્કમાં આવવાથી તેના બન્ને હાથ-પગ કામ કરતાં બંધ થઇ ગયા. પછી તેને ડિસ્ટ્રીકટ કલેકટરની મદદથી 2019માં ‘પારવતીગીરી બાલનિકેતન’માં (બાલાન્ગીર) રહેવા મોકલી આપી. અહીં ત્રણ માતા વૈષ્ણોદેવી શ્રાઈન આર્ચરી એકેડેમીમાં આર્ચરીની વધુ ટ્રેઇનિંગ માટે લાવવામાં આવી. અહીં પાયલે આકરી મહેનત કરી. જયપુરમાં યોજાયેલી 6ઠ્ઠી નેશનલ પેરા-આર્ચરી કોમ્પીટીશન-2025માં પાયલ તેની મહેનતને કારણે પ્રથમ ક્રમે આવી.
2024માં આ જ કોમ્પીટીશનમાં ફર્સ્ટ આવેલી શીતલદેવીને તેણે હરાવી હતી. જો કે પાયલ શીતલને તેની મોટી બહેન માને છે. અત્યારે પાયલની વય 17 વર્ષની છે. હવે પછી યોજાનારી ઓલિમ્પિકમાં પાયલે ભાગ લઇને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ભારતનું નામ રોશન કરવું છે. પાયલનો સાચો શ્રેય તેના કોચ કુલદીપને જાય છે, જેણે તેને બાલાન્ગીરના એકેડેમીમાં વધુ ટ્રેઇનિંગ માટે લઇ આવ્યા. પાયલના કોચ કુલદીપ પાયલ માટે કહે છે.: No Hands, No Legs, No Limits!
સુરત – ડૉ. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
