Comments

કોઇ પણ ઇશ્વર ત્રાસવાદને માફ કરતો નથી: બરાક ઓબામા

મુસલમાન વિદ્વાનો અને સૂફી સંતોના દર્શનને ઇસ્લામના નામે ચોકસાઇથી નાશ કરી રહેલા જેહાદીઓ માટે દુનિયાભરનાં ૧૨૦ કરતાં વધુ મુસ્લિમ બુદ્ધિજીવીઓ દ્વારા ૧૮ પાનાનો એક પત્ર ૨૪ સપ્ટેમ્બ૨ ૨૦૨૨માં વોશિંગ્ટનમાં પ્રકાશિત કરાયો હતો. કાઉન્સીલ ઓફ અમેરિકન ઇસ્લામિક રિલેશન્સના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર ‘‘નિહાદ આવાદ’’અબિક અને પછીથી અંગ્રેજીમાં પ્રકાશિત આ લેખનો આધાર કુરાન હોય તેમાં જેહાદ અને ઇસ્લામના નામે થતી અવિરત હિંસાને વ્યાપક રીતે રદિયો અપાયો છે.

મિસ્ત્ર દેશના મુક્તી અલ્લામ અને જેરૂસલેમનાં મુફતી શેખ જેવા મુસ્લિમ વિશ્વનાં પ્રખ્યાત ધાર્મિક વિદ્વાનોના વિચારો સાથે પ્રકાશિત લેખમાં ભાર દઇને કહેવાયું છે કે ‘‘ઇસ્લામમાં અત્યાચાર કરવા પર પ્રતિબંધ છે. ઇસ્લામમાં દુષ્ટ કૃત્યોનું શ્રેય અલ્લાહને આપવા પર પ્રતિબંધ છે અને માણસ ઇસ્લામમાં ખુલ્લેઆમ અશ્રધ્ધા જાહેર કરે નહીં ત્યાં સુધી તેને બિનમુસ્લિમ જાહેર કરવા પર પ્રતિબંધ છે.’’

જર્મનીમાં સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ મુસ્લિમ્સનાં ચેરમેન ઇમાન મઝવેકે દ્વારા તો ખુલ્લા પત્રના સમર્થનમાં આવતાં જણાવાયું કે કુરાનની ફિલોસોફીને ટેકો આપનાર મુસ્લિમોએ આગળ આવી ત્રાસવાદ અને હત્યાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવો રહ્યો. કારણ ત્રાસવાદ ઇસ્લામને કાદવથી ખરડી રહ્યો છે. બુધવારના પત્ર તરીકે જાણીતા લખાણનું અનુમોદન કરતા વિશ્વનાં મુસ્લિમ બુદ્ધિજીવીઓ જણાવે છે કે ઇસ્લામિક સ્ટેટ અને જેહાદ એક નિરાધાર તર્ક છે. યુનાઇટેડ વોઇસ ઓફ અમેરિકાના પૂર્વ પ્રમુખ અહમદ બેદીએર તો ત્યાં સુધી કહે છે કે ‘‘કૃપા કરી ઇસ્લામિક સ્ટેટ તેવો શબ્દપ્રયોગ બંધ કરો. કારણ અલગાવવાદીઓનું નથી તો કોઇ રાજ્ય હોતું કે નથી તો કોઇ ધર્મ હોતો.’’

વિશ્વવ્યાપી ત્રાસવાદને વખોડતાં બરાક ઓબામાએ પણ યુનોમાં વક્તવ્ય આપતાં જણાવ્યું કે ‘‘હત્યાઓ માટે બંધુની ગોળીઓનો આશ્રય લેનાર માટે કોઇ પણ ઇશ્વર માફી આપનાર નથી.’’ વિશ્વશાંતિ માટેનાં મુસ્લિમ બુદ્ધિજીવીઓના પ્રથમ પ્રયત્નના ૧૮ પાનાના પત્રનો સાર આ પ્રમાણે છે.

•ઇસ્લામમાં તમામ જરૂરી શૈક્ષણિક-સામાજિક અનિવાર્યતા વિના ફતવાઓ જારી કરવા પર પ્રતિબંધ છે. તે ફતવાઓ પણ શાસ્ત્રીય લખાણોમાં વ્યાખ્યાયિત એવા ઇસ્લામિક કાનૂની સિદ્ધાંતોનું પાલન કરતા હોવા જોઇએ. કુરાન અને ડિથ જણાવે છે કે જોયા વિના મનસ્વી નિર્ણય લેવા પર અથવા તો કુરાનમાંથી કોઇ લમાનો એક હિસ્સો અથવા કોઇ કલમાનો ભાગ અવતરણ તરીકે ટાંકવા પર પ્રતિબંધ છે. •ઇસ્લામમાં અરેબિક ભાષાની નિપુણતા વિના કોઇ પણ બાબતો પર કાનૂની અભિપ્રાયો જારી કરવા પર પ્રતિબંધ છે.

•ઇસ્લામમાં નિર્દોષની હત્યા કરવા પર પ્રતિબંધ છે. •ઇસ્લામમાં જિહાદ રક્ષણાત્મક યુદ્ધ છે તે યોગ્ય કારણ અને ઉચિત હેતુ વિના અને આચરણના યોગ્ય નિયમો વિના સ્વીકાર્ય નથી. ઇસ્લામમાં લોકોને બિનમુસ્લિમ જાહેર કરવા પર પ્રતિબંધ છે સિવાય કે તે (અવા તેણી) ખુલ્લેઆમ પોતાને બિનમુસ્લિમ જાહેર કરે. •ઇસ્લામમાં ખ્રિસ્તીઓ અથવા અન્ય ધર્મપુસ્તક પર શ્રદ્ધા ધરાવતાં લોકોને કોઇ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવા અથવા તેમની સાથે દુર્વ્યવહાર કરવા પર પ્રતિબંધ છે. •ઇસ્લામમાં ગુલામીના પુનર્સ્થાપન પર પ્રતિબંધ છે. તેને સાર્વત્રિક સર્વસંમતિથી નાબૂદ કરવામાં આવી છે. •ઇસ્લામમાં લોકોને ધર્મ પરિવર્તન માટે મજબુર કરવા પર પ્રતિબંધ છે.

ઇસ્લામમાં મહિલાઓ અને બાળકોને તેમના અધિકારો ન આપવા પર પ્રતિબંધ છે. •ઇસ્લામમાં ન્યાય અને યા સુનિશ્ચિત કરતી સાચી કાર્યવાહીઓનું પાલન કર્યા વિના કાનૂની સજાઓનો અમલ કરવા પર પ્રતિબંધ છે. ઇસ્લામમાં લોકોને ત્રાસ આપવા અને મૃતદેહને વિકૃત કરવા પર પ્રતિબંધ છે. •ઇસ્લામમાં પયગંબરો અને સાથીદારોની કબરો અને સમાધિઓનો નાશ કરવા પર પ્રતિબંધ છે. •ઇસ્લામમાં કોઇ પણ કારણસર સશસ્ત્ર વિદ્રોહ પર પ્રતિબંધ છે, સિવાય કે શાસકની સ્પષ્ટ અસ્વીકૃતિ હોય અને લોકોને પ્રાર્થના કરવાની મંજૂરી ન હોય. •ઇસ્લામમાં તમામ મુસ્લિમોની સર્વસંમતિ વિના ખલીફાનું રાજય ઘોષિત કરવા પર પ્રતિબંધ છે.

ભગવદ્ ગીતા અને કુરાનની ફિલસુફીમાં સામ્યની દૃષ્ટિએ જોઇએ તો પણ પવિત્ર કુરાનનો પ્રારંભ ‘‘બિસ્મિલ્લાહ અહેમાનની ર્રહીમ’’ અર્થાત્ ‘‘શરૂ કરું છું. અલ્લાહના નામે જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે’’ તે પછી મુકાએલ કુર્રાનની આયાતોમાં ઇસ્લામની કોઇ પ્રક્રિયા, ઇબાદત પદ્ધતિ કે નિયમોની વાત નથી. તેમાં માત્ર રબ્બીલઆલમીન એટલે કે સમગ્ર સૃષ્ટિના ઇશ્વર કે જે સમગ્ર માનવજાતનો રખેવાળ છે તેના ગુણગાન કરવામાં આવ્યા છે.

ખુદા તરફથી રહી દ્વારા મળેલ નેક આચરણનો સંદેશ કુરાને શરીફ છે ત્યારે તેની આડમાં જેહાદી વલણ નથી તો માનવીય, બુદ્ધિગમ્ય કે પછી સૂચારુ શાંતિપ્રિય બંધારણીય શાસનવ્યવસ્થાને માન્ય. બાબર યુગથી દેશમાં વિકસિત હિંદુ મુસલમાન વૈમનસ્યનું હેન્ડલર તો સત્તાકારણ અને રાજકારણ રહ્યું છે. અમેરિકા અને પાકિસ્તાન જેવાં રાષ્ટ્રો તેના આર્થિક હિતની કાળજી માટે ગરીબોને જેહાદના નામે આગળ કરે છે ત્યારે ઇતિહાસકારો કોમી તનાવની કાર્યપ્રણાલી (મોડસ ઓફ આર્પેરેંટી)નો અભ્યાસ જનતા સમક્ષ માનવકલ્યાણ માટે થઇ તટસ્થ ભાવે રજૂ કરે તો નિરક્ષીર અલગ દેખાશે.
ડો.નાનક ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top