Charchapatra

પાકિસ્તાન સામે કોઈ ક્રિકેટ મેચ ન રમાવી જોઈએ

એવું કહી શકાય કે પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત ક્રિકેટ અને ધંધો કહો તો  આંતકવાદ છે અને તે વારંવાર ભારત સામે આંતકવાદી હુમલા કરાવતું  રહે છે.  કાશ્મીર મુદ્દે તે દેશ આઝાદ થયો ત્યારથી જ ખૂનખરાબા કરતું આવ્યું છે.  એક તરફ કાશ્મીર મુદ્દે ભારત સાથે આતંકવાદીઓને મોકલીને લોહિયાળ જંગ ખેલે છે અને બીજી તરફ એ જ દેશ  ક્રિકેટ રમવા ભારતને પાકિસ્તાનમાં આવવા માટે કાલાવાલા કરે છે તે કેવી રીતે સંભવી શકે? હવે જો ભારત પાકિસ્તાનની મેચો ત્રીજા દેશમાં રમવાની  દરખાસ્ત કરે તો  ભારતે ઠુકરાવી દેવી જોઈએ. પાકિસ્તાન ભારત સામે ચાર ચાર વખત યુધ્ધ થોપી  યુધ્ધ માં કારમી રીતે  હારી ચૂકયું છે.   યુધ્ધમાં નાલેશીભરી હાર છતાં હજુયે ભારતમાં  વારંવાર આતંકી હુમલાઓ કરાવે છે અને આપણા નવલોહિયા જવાનો શહીદ થતા રહે છે  તેવા દુશ્મની રાખતા દેશ સાથે કોઈપણ સંજોગોમાં ક્રિકેટ તો શું અન્ય કોઈ પણ રમતનો બહિષ્કાર કરવો જોઈએ. આયોજકોએ પણ એ ધ્યાનમાં લેવું જોઈએ કે ભારત પાકિસ્તાન આમને સામને ન થાય તેની તકેદારી રાખી પહેલેથી  વિચાર કરીને  આયોજકોને કહી તે મુજબનું આયોજન કરાવવું જોઈએ. ભારત પાકિસ્તાનની મેચો હાઇ વોલટેજ હોય અને તે મેચની કમાણી જતી કરવી જોઈએ, જયાં સુધી પાકિસ્તાન આતંકવાદ અને કાશ્મીર મુદ્દો છોડે નહી ત્યાં સુધી પાકિસ્તાનની   સામે કોઈ  પણ  તટસ્થ  મેદાન  પર પણ  મેચ  રમાવી ન જોઈએ  અને ભારતીય પ્રજાનો જુસ્સો પણ તે મુજબનો જ  હોવો જોઈએ.
સુરત     – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top