SURAT

દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થી તાઇવાનમાં રિસર્ચ કરશે

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) બાયો સાયન્સ (Bio Science) ડિપાર્ટમેન્ટના ચાર રિસર્ચ સ્કોલરની તાઇવાન (Taiwan) એજ્યુકેશન પ્રોગ્રામમાં પસંદગી થઈ છે. જેથી તે વિદ્યાર્થીઓ છ મહિના સુધી તાઇવાનમાં રહેશે અને અલગ અલગ વિષય પર સંશોધન કરશે. યુનિવર્સિટીની પીઆરઓ ઓફિસના અધિકારીઓથી જણાઈ આવ્યું હતું કે, તાઇવાનની એજ્યુકેશન મિનિસ્ટ્રીના એક્સિપિરિયન્સ એજ્યુકેશન પ્રોગ્રામ-2022 હેઠળ એશિયામાંથી વિદ્યાર્થીઓને સંશોધન કરવા માટેની તક આપવામાં આવે છે. વિદ્યાર્થીઓએ પ્રોગ્રામ અંતર્ગત ઉમેદવારોએ પોતે પબ્લિશ કરેલાં પેપર, ઓબ્જેક્ટિવ સહિત પોતાની માહિતી આપવાની હોય છે. જે તમામ ક્રાઇટેરિયા પૂરા થયા હોય તેવા વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવે છે અને સંશોધનની તક આપવામાં આવી છે.

તાઇવાન સરકાર દ્વારા એપ્રિલ-મે પ્રોગ્રામમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયો સાયન્સ વિભાગમાં પીએચ.ડી. કરતા વિદ્યાર્થી મનોજ ગોધાણીયા, સ્મિતા અટારા, કોમલ અંટાણીયા અને નીલમ વાધમશીએ એપ્લાય કર્યું હતું. એશિયાના 10 વિદ્યાર્થીની તાઇવાનના એજ્યુકેશન વિભાગે પસંદગી કરી છે, જેમાં આ ચારેય વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.

ચાર વિદ્યાર્થીના રિસર્ચ એરિયા
મનોજ ગોધાણીયા એન્વાયરમેન્ટ ફસ્ટ એરિયા (માઇક્રોબાયોલોજી)
સ્મિતા અટારા એન્ટિમાઇક્રોબિયર રજિસ્ટ્રન એન્વાયરમેન્ટ
કોમલ અંટાણીયા પીજીપીઆઇ એક્ટિવિટી
નીલમ વાધમશી વેસ્ટ કાગળના કચરાના પાણીની ટ્રીટમેન્ટ

વિદ્યાર્થીઓને રિસર્ચ માટે મહિને 40 હજાર જેટલી સ્કોલરશિપ મળશે
તાઇવાનની એજ્યુકેશન મિનિસ્ટ્રી ચાર વિદ્યાર્થીને રિસર્ચ માટે મહિને 40 હજાર જેટલી સ્કોલરશિપ આપનારી છે. એટલું જ નહીં, રિસર્ચ માટે જરૂરી સાધનો, રહેવા-જમવા સહિતની વ્યવસ્થા પણ કરી આપશે. વિદ્યાર્થીઓને વિઝાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. દિવાળી બાદ તાઇવાન જશે અને છ મહિના સુધી ત્યાં રિસર્ચ કાર્ય હાથ ધરશે.

Most Popular

To Top