મુંબઇ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ (Nitin Desai) 02 ઓગસ્ટ 2023ના રોજ આ દુનિયા છોડી દીધી હતી. મુંબઈના એનડી સ્ટુડિયોમાં (ND Studio) સવારે આત્મહત્યા (Suicide) કરી હતી. મંગળવારે બપોરે સાડા ત્રણ વાગ્યે તેણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આર્થિક સંકડામણના કારણે તેમણે આટલું મોટું પગલું ભર્યું હતું. નીતિન દેસાઈના નિધન બાદ રોજબરોજ કોઈને કોઈ નવા ખુલાસા થઈ રહ્યા છે. દરમિયાન તેમની પુત્રી માનસી દેસાઈએ આજે પત્રકાર પરિષદ બોલાવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં (Press Conference) માનસીએ પિતાના દેવા અંગે નવો ખુલાસો કર્યો છે.
માનસી દેસાઈએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘આજે હું આ પ્રેસ કોન્ફરન્સમાં કહેવા માંગુ છું કે મારા પિતાએ કોઈની સાથે છેતરપિંડી કરી નથી અને તેઓ દરેકને તેમનું પેમેન્ટ પરત કરવાના હતા. કોવિડને કારણે કોઈ કામ ન હતું અને સ્ટુડિયો પણ બંધ હતો. જેના કારણે તે પેમેન્ટ કરી શક્યા ન હતા. માનસીએ દરેકને તેના પિતા વિશે કોઈ અફવા ન ફેલાવવા વિનંતી કરી છે. 180 કરોડની લોન પર પણ માનસીએ કહ્યું, ‘લોનની રકમ 181 કરોડ હતી. તેમાંથી તેણે 86.31 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. તમામ ચૂકવણી ફેબ્રુઆરી 2020 સુધીમાં કરવામાં આવી હતી.
નીતિન દેસાઈએ ચાર વખત શ્રેષ્ઠ કલા દિગ્દર્શન માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ત્રણ વખત શ્રેષ્ઠ કલા દિગ્દર્શનનો ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે. 2005 માં તેણે મુંબઈ નજીક કર્જતમાં તેનો એનડી સ્ટુડિયો ખોલ્યો, જેણે ત્યારથી ‘જોધા અકબર’, ‘ટ્રાફિક સિગ્નલ’ અને કલર્સના રિયાલિટી શો ‘બિગ બોસ’ જેવી ફિલ્મો હોસ્ટ કરી છે. નીતિનની યાદગાર ફિલ્મોની વાત કરીએ તો તેમાં ‘સલામ બોમ્બે’, ‘1942 અ લવ સ્ટોરી’, ‘ખામોશી’, ‘કામસૂત્ર’, ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘મિશન કાશ્મીર’, ‘લગાન’, ‘દેવદાસ’, ઘણી બધી ફિલ્મોનો સમાવેશ થાય છે. ‘ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ’, ‘મુન્નાભાઈ MBBS’, ‘સ્વદેશ’, ‘મંગલ પાંડે’, ‘સ્લમડોગ મિલિયોનેર’, ‘જોધા અકબર’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.