બિહાર: બિહારના (Bihar) મુખ્યમંત્રી (CM) અને રાજકારણના નિષ્ણાત નીતિશ કુમાર (Nitish Kumar) હંમેશા તક જોઈને ચોગ્ગા મારવા માટે જાણીતા છે. આ જ કારણ છે કે બિહારમાં તે ક્યારેક ભાજપ (BJP) સાથે તો ક્યારેક આરજેડી (RJD) સાથે ગઠબંધન કરે છે. પરંતુ તેઓ પોતે સતત મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન રહે છે. આ તમામ દાવને નીતિશ કુમારની વ્યૂહરચના ગણો, કારણે કે જેડીયુ કરતા ઘણી વખત વધુ બેઠકો મેળવનાર આરજેડી અને બીજેપીનો ટેકો લેવા છતાં, તેઓ પોતે મુખ્યમંત્રીની ખુરશી પર બેસતા રહ્યા છે. તેમણે ક્યારેય ગઠબંધનના ભાગીદારને મુખ્યમંત્રી બનવાની તક આપી નથી. આ વખતે આરજેડી નેતા અને લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવને (Tejaswi Yadav) 2025 માટે સીએમનો ચહેરો જાહેર કરીને નીતિશે ફરી એક મોટો દાવ-પેચ લગાવ્યો છે. તેણે આવું કેમ કર્યું, ચાલો તમને જણાવીએ.
વર્ષ 2020માં બિહારમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 74 બેઠકો અને આરજેડીએ 75 બેઠકો જીતી હતી. જ્યારે નીતિશ કુમારની પાર્ટી જેડીયુને માત્ર 43 સીટો મેળવી છે. 243 વિધાનસભા બેઠકો ધરાવતા રાજ્યમાં બહુમત માટે 122ની જરૂર છે. નીતિશ કુમારે સૌથી પહેલા ભાજપ અને અન્યના સમર્થનથી સરકાર બનાવી. અને ત્યાર બાદ તે તેજસ્વી સાથ ભાગીદારી કરી લીધી. અગાઉની ચૂંટણીમાં પણ તેમણે તેજસ્વી સાથે મળીને સરકાર બનાવી હતી. પરંતુ નીતિશે ક્યારેય ગઠબંધન ભાગીદારને મુખ્યમંત્રીની ખુરશી આપી નથી. આ વખતે પણ આરજેડી મોટી પાર્ટી હોવા છતાં તેજસ્વીને માત્ર ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. તેજસ્વીને આશા હશે કે 2025 પહેલા નીતિશ કુમાર તેમને મુખ્યમંત્રીની ખુરશી પર બેસવાની તક આપશે. પરંતુ આ વખતે નીતિશે એવી રમત રમી કે તેજસ્વી પણ ક્લીન બોલ્ડ થઈ ગયા અને નીતિશના દાવપેચમાં ફસાઈ ગયા.
તેજસ્વીને 2025 માટે ચહેરો શા માટે બનાવવામાં આવ્યો?
જો નીતીશ ખરેખર તેજસ્વીને સીએમ બનાવવા માંગતા હોત તો તેઓ તેમને 2023-24માં જ આ તક આપી શક્યા હોત. પરંતુ નીતિશ જાણે છે કે 2025ની ચૂંટણીમાં કંઇ પણ પરિણામ આવી શકે છે. જેડીયુ અને આરજેડીનું ગઠબંધન સત્તામાં આવશે ત્યારે જ તેજસ્વી CM બનશે. આ વખતે 2025ની ચૂંટણીમાં એન્ટી ઇન્કમ્બન્સીની અસર જોવા મળશે. આવી સ્થિતિમાં જો ગઠબંધન હારશે તો દોષ નીતિશ કુમાર પર નહીં જાય. જો 2025ની વિધાનસભા ચૂંટણીમાં હાર થશે તો તેના માટે માત્ર તેજસ્વી યાદવને જ સીધો જવાબદાર ગણવામાં આવશે.
આ વખતે બિહારમાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે. આવી સ્થિતિમાં તે તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. ત્યારે મહાગઠબંધન માટે ભાજપને પછાડવું આસાન નહીં હોય. જ્યારે નીતીશ કુમાર હવે રાષ્ટ્રીય રાજકારણમાં આવવા માંગે છે. તેઓ જાણે છે કે જો ભાજપને 2024માં પૂર્ણ બહુમતી નહીં મળે તો તેઓ ગઠબંધન સરકારમાં પીએમ પદ માટે સૌથી મજબૂત દાવેદાર હશે. આમ ન થાય તો પણ તેમને ઓછામાં ઓછું વિપક્ષના સંયોજકની ભૂમિકા તો મળી શકે છે. કારણ કે સોનિયા ગાંધી પણ અત્યારે અસ્વસ્થ રહે છે. આવી સ્થિતિમાં તેઓ રાષ્ટ્રીય રાજનીતિમાં હંમેશા ટકી રહેવા માંગશે.
નીતિશે તેજસ્વીને ખુશ કર્યા પણ કેમ?
બિહારના સીએમ નીતિશ કુમારે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને મહાગઠબંધનમાં પ્રમોટની સાથે હવે તે 2025ના સીએમનો ચહેરો પણ જણાવી દીધો છે. મંગળવારે વિધાનસભાના શિયાળુ સત્રમાં નીતિશ કુમારે સંકેત આપ્યો હતો કે 2025માં તેજસ્વીને આગળ વધવાનું છે. આવું કરીને તેણે તેજસ્વીને ખુશ કર્યા હશે. પણ નીતીશનો આ પાસા એવો છે કે તેજસ્વીએ ઈચ્છા ન હોવા છતાં સ્વીકારવી પડી છે. જો નીતીશે હવેથી આ જાહેરાત ન કરી તો તેઓ જાણતા હતા કે ગઠબંધનના નેતા અને ડેપ્યુટી સીએમ તેજસ્વી તેમના પર 2023 અથવા 24માં જ સીએમ બનાવવા માટે દબાણ કરી શકે છે. તેથી જ નીતિશે આ દાવ લગાવ્યો છે.
નીતિશે સ્પષ્ટ કર્યું કે બિહારની આગામી ચૂંટણી તેજસ્વીના ચહેરા પર જ લડવામાં આવશે. તેઓ તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા માંગે છે. તેજસ્વી અને નીતિશ કુમાર તેમના નજીકના સહયોગી વિજય કુમાર ચૌધરી સાથે મહાગઠબંધનના તમામ 7 પક્ષો સાથે ધારાસભ્ય દળની બેઠકમાં હાજર હતા. નશાબંધી પર ચર્ચા દરમિયાન નીતિશે કહ્યું કે આ નિર્ણય બધાના સમર્થનથી લેવામાં આવ્યો છે, તેથી હવે તેના પર વાહિયાત વાત ન કરો. મીટિંગ પહેલા નીતીશે નાલંદાના રાહુઈ ખાતે ડેન્ટલ કોલેજનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. તેમની સાથે તેજસ્વી યાદવ પણ હાજર હતા.