Gujarat

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ : નીતિન પટેલ

રાજ્યમાં કોરોનાની બીજી લેહર દરમ્યાન રાજયમાં 1000થી ઓછા કેસો નોંધાયા છે ત્યારે રાજ્યમાં કોરોનાની આગામી સંભવિત ત્રીજી લહેરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજયનું વહીવટીતત્ર સુસજજ છે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રી પટેલે કહયું હતું કે કોરોનાના ત્રીજા વેવની સંભાવનાને ધ્યાને લઈને દર્દીઓને સત્વરે સારવાર મળી રહે એ માટે રાજય સરકારે સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રોજ બરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષે મળતી કોર કમિટીની બેઠકમાં આયોજન અંગે ચર્ચા વિચારણા કરીને તેનુ આયોજન પણ ગોઠવવામા આવી રહ્યુ છે.

બીજા વેવમા જે ઓકસિજનની જરૂરિયાત ઉભી થઈ તેને ધ્યાને લઈને આગામી સમયમા દર્દીઓને કોઈ તકલીફ ના પડે એ માટે કેન્દ્ર સરકાર અને રાજયસરકારના સહયોગથી રાજયમા નવા 75 ઓકસિજન પ્લાન્ટના નિર્માણની કામગીરી શરૂ કરી દેવાઈ છે. સાથે સાથે ઓકસિજનના બોટલના રીફીલીગની પણ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.

રાજયમા હાલ દૈનિક 800 થી 900 મેટ્રિક ટનનો જથ્થો ઉત્પન્ન થાય છે એમા વધારો કરવા માટે 300 મેટ્રિક ટન વધુ ઓકસીજન ઉત્પન્ન થાય એવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે એજ રીતે એક મિનીટમા 5 થી 10 લીટર ઓકસીજન ઉત્પન થાય એવા કોન્સટ્રેટર પણ પી.એમ.કેર ફંડ અને દાતાઓના સહયોગથી મળી રહ્યા છે તે પણ વ્યકિતગત દર્દીઓને આપવામા આવશે . આમ બીજા વેવમા કોઈપણ દર્દીનુ ઓકસિજનના અભાવે મૃત્યુ થયુ નથી એ માટે આગામી સમયમાં પણ સમગ્ર આયોજન રાજય સરકાર દ્વારા કરી દેવાયુ છે.

Most Popular

To Top