શું દેશમા કારની કિંમત વધશે? સરકારના આ નિર્ણયની કાર ઉત્પાદન પર મોટી અસર પડે તેવી શક્યતા

નવી દિલ્હી: દેશમાં કાર અકસ્માતમાં (car accident) કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવે છે. ભારત માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા વિશ્વના ટોચના દેશોમાં આવે છે. કાર અકસ્માતને રોકવા સરકાર દ્વારા નિયમો બહાર પાડવામાં આવતા હોય છે. કાર સલામતી માટે કેન્દ્રીય વાહનવ્યવહાર મંત્રી (Ministry of road transport & highways) નીતિન ગડકરીએ (Nitin Gadkari) એક મહત્વનો નિર્ણય લીધો છે. જોકે આ નિર્ણયથી કારની કિંમતમાં હજારો રૂપિયાનો વધારો નોંધાઈ શકે છે.

સરકારે રોડ સેફ્ટીને વધુ સુદ્રઢ બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી દરેક કારમાં વધારાની સુરક્ષા મળશે જેથી કાર સવારની સુરક્ષામાં વધારા થશે. કાર સેફ્ટીના (car safety) અભાવે ઘણીવાાર અકસ્માત થતાં હોય છે અને કેટલાક લોકોએ કાર અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘણીવાર સલામતી માટે કારમાં એર બેગ્સ (airbags) મૂક્યા હોય છે પરંતુ 5થી 8 સીટર કારમાં પાછળ સવાર મુસાફરો માટે કોઈ સેફ્ટી હોતી નથી. જેથી સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કાર સલામાતી માટે 6 એરબેગ્સ ફરજિયાત
કેન્દ્રીય વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ કારની સલામતી માટે મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે કારમાં 6 એરબેગ્સ ફરજિયાત મૂકવાના ડ્રાફ્ટ નોટિફિકેશનને (drafts notification) મંજૂરી આપી દેવાઈ છે. આ નિર્ણય બાદ કારમાં બે સાઇડ એર બેગ (side airbags) અને બે બાજુના પડદા પણ લગાવવામાં આવશે, જે કારમાં પાછળ બેઠેલા મુસાફરોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરશે. ઉલ્લેખનીય છે કે 1 જાન્યુઆરી 2022થી દરેક કારમાં 2 એર બેગ ફરજિયાત છે. પંરતુ હવે તમામ કારમાં 6 એર બેગ ફરજિયાત કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં કારની કિંમતમાં આશરે 10થી 12 હજારનો વધારો થવાની શક્યતા છે.

ગડકરીએ ટ્વીટ કરીને જાણકારી આપી અને લખ્યું કે આ કારના તમામ સેગમેન્ટમાં મુસાફરોની સુરક્ષા અને સલામતીને સુનિશ્ચિત કરશે. જેમાં કારની કિંમત અને મોડલને તેની સાથે કોઈ લેવાદેવા નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે, આ નિર્ણય M1 શ્રેણીની કાર માટે લેવામાં આવ્યો છે. M1 કેટેગરીમાં 5 થી 8 સીટર કારનો સમાવેશ થાય છે. આ રીતે હવે તમામ મિડ-રેન્જ કારમાં પણ 6 એરબેગ ફરજિયાત કરવામાં આવશે.

Most Popular

To Top