બજેટ સત્રની તારીખો જાહેર કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 ઓગસ્ટના રોજ લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ રજૂ કરશે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને બજેટ સત્રની તારીખોની જાહેરાત કરી છે. તેમણે માહિતી આપી હતી કે આગામી બજેટ સત્ર 22 જુલાઈથી શરૂ થશે. 12 ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સંસદમાં સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભા ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રી સીતારમણ 23 જુલાઈએ સતત સાતમું બજેટ રજૂ કરશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત સાતમી વખત બજેટ રજૂ કરશે. આ બજેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ત્રીજી સરકારની પ્રાથમિકતા અને વિકસિત ભારતની દિશા નક્કી કરશે. નાણા પ્રધાન સીતારમણે 1 ફેબ્રુઆરી 2024 ના રોજ લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાન સીતારમણ 23 જુલાઈએ તેમનું સતત સાતમું બજેટ રજૂ કરીને નવો રેકોર્ડ બનાવશે. અગાઉ ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ નાણા પ્રધાન હતા ત્યારે સતત છ વખત બજેટ રજૂ કર્યું હતું. નિર્મલા સીતારમણે ગયા મહિને સતત બીજી ટર્મ માટે નાણા મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો.
સીતારામન પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી બનવાનો રેકોર્ડ પણ ધરાવે છે
મોદી સરકારમાં સતત ત્રીજી વખત મંત્રી તરીકે સામેલ થનારી પ્રથમ મહિલા બનવાનો રેકોર્ડ પણ સીતારમણના નામે છે. તેમણે તેમની રાજકીય કારકિર્દીમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી. 2017માં પ્રથમ મહિલા સંરક્ષણ મંત્રી બન્યા. આ પહેલા તેઓ ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી હતા. 2019ની સામાન્ય ચૂંટણીઓ પછી જ્યારે અરુણ જેટલી (નાણા પ્રધાન 2014-19) બીમાર પડ્યા ત્યારે સીતારામને નવી ચૂંટાયેલી મોદી સરકારમાં નાણાં વિભાગનો હવાલો સંભાળ્યો હતો.
તે સ્વતંત્ર ભારતમાં પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી બન્યા. અગાઉ ઈન્દિરા ગાંધીએ ભારતના વડાપ્રધાન હતા ત્યારે ટૂંકા ગાળા માટે વધારાના વિભાગ તરીકે નાણાનો હવાલો સંભાળ્યો હતો. સીતારમણનો જન્મ 18 ઓગસ્ટ 1959ના રોજ મદુરાઈમાં નારાયણ સીતારમણ અને સાવિત્રીને ત્યાં થયો હતો, જેઓ રેલવેમાં કામ કરતા હતા. સીતારમણે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માંથી અર્થશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને એમફિલ કર્યું છે.
રાજકારણમાં પ્રવેશતા પહેલા સીતારામન બ્રિટનમાં કોર્પોરેટ જગતનો ભાગ હતા જ્યાં તેઓ તેમના પતિ પરકલા પ્રભાકર સાથે રહેતા હતા. બંને જેએનયુમાં અભ્યાસ દરમિયાન મળ્યા હતા અને 1986માં લગ્ન કર્યા હતા. તેમને એક પુત્રી છે, પરકલા વાંગમયી. તેણીએ હૈદરાબાદમાં સેન્ટર ફોર પબ્લિક પોલિસી સ્ટડીઝના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. શહેરમાં એક શાળા પણ શરૂ કરી. તેઓ 2003 થી 2005 દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય પણ હતા.