પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ ( PNB SCAM) મામલામાં નીરવ મોદીની ( NIRAV MODI) બહેન અને સરકારી સાક્ષી પૂર્વીએ બ્રિટનના પોતાના બેન્ક ખાતામાં પડેલા 17.25 કરોડ રૂપિયા ભારત સરકારને મોકલ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નિવેદન જારી કરી આ જાણકારી આપી છે.આ પહેલા બ્રિટનની અદાલતથી ભારતના ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીને મોટો ઝટકો લાગ્યો હતો. યૂકે હાઈકોર્ટે ( UK HIGHCOURT) 23 જૂને નિરવ મોદીના ભારત પ્રત્યર્પણ વિરુદ્ધ અપીલ કરવાની અરજીને નકારી દીધી હતી. આ રીતે તે પ્રત્યર્પણ રોકવા સંબંધી અપીલના પ્રથમ તબક્કાની લડાઈ હારી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે બ્રિટનની ગૃહ મંત્રી પ્રીતિ પટેલે ( PRITI PATEL) એપ્રિલમાં નીરવ મોદીને ભારત પ્રત્યર્પિત કરવાનો આદેશ આપ્યો હતો, જે છેતરપિંડી અને પૈસાની અવૈદ્ય હેરાફેરીના આરોપોથી ઘેરાયેલો છે. હાઈકોર્ટના જજની સામે નીરવની અપીલ ‘દસ્તાવેજી’ નિર્ણય કરવા સંબંધિત હતી કે શું તેને ભારતને પ્રત્યર્પિત કરવા સંબંધી ગૃહ મંત્રીના નિર્ણય કે વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ અદાલતના ફેબ્રુઆરીના આદેશ વિરુદ્ધ અપીલનો કોઈ આધાર છે.
પૂર્વી મોદીને કૌભાંડના આરોપમાં રાહત
સૂત્રોના જણાવ્યા પ્રમાણે લંડન નિવાસી પૂર્વી મોદીએ 4 જાન્યુઆરીના રોજ આવેદન આપ્યું હતું. પૂર્વીએ આવેદન દ્વારા કૌભાંડને લગતી જાણકારી પણ સર્ચ એજન્સીને આપી હતી. તપાસ એજન્સીએ કેટલીક શરતો સાથે આ નિવેદનનો સ્વીકાર કર્યો હતો. જેમાં પૂર્વીને કહેવામાં આવ્યું હતું કે તેણે કૌભાંડની વિગતવાર માહિતી આપવી પડશે. પૂર્વીએ આ શરતનો સ્વીકાર કરી લીધો હતો. ત્યારપછી EDએ પૂર્વી મોદી અને તેના પતિ મેનક મહેતાને પૂછપરછથી રાહત આપત માફ કરી દેવાયા હતા.
તપાસ પ્રક્રિયા અને શરતો અંતર્ગત રૂપિયા મોકલ્યા
પૂર્વી મોદી અને મેનક મહેતાએ તપાસ એજન્સીએ કૌભાંડની શરતો માન્ય રાખવા માટે બ્રિટનના બેન્ક એકાઉન્ટમાં લગભગ 17 કરોડ રૂપિયા ભારત સરકારને મોકલ્યા હતા. આ રૂપિયા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના હોવાની વાત સામે આવી રહી છે.
તપાસ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું હતું કે 24 જૂને પૂર્વી મોદીએ અમને જણાવ્યું હતું કે તેમણે લંડનમાં એના નામ પર એક બેન્ક એકાઉન્ટ હોવાની જાણ થઈ હતી. આ રૂપિયા એના નહોતા. નિવેદનમાં કહ્યું હતું કે જોકે પૂર્વી મોદીએ સમગ્ર અને ઘટસ્ફોટ કરવાની શરતો સામે માફીની અનુમતિ આપી હતી, તેથી જ તેમણે બ્રિટનના બેન્ક એકાઉન્ટમાંથી 23 લાખ 16 હજાર 889.03 અમેરિકી ડોલરની રકમ ભારત સરકારને ટ્રાન્સફર કરી હતી.