યુકે કોર્ટ દ્વારા પ્રત્યાર્પણને મંજૂરી આપ્યા બાદ ભાગેડુ હિરા વેપારી નીરવ મોદીને ભારત લાવવાની કોશીશો વધુ ઝડપી બની છે. મુંબઇની આર્થર રોડ જેલમાં તેના માટે સ્પેશિયલ સેલને તૈયાર કરવામાં આવી રહ્યો હોવાની માહિતી સત્તાવાર સૂત્રોએ આપી હતી.
જેલના અધિકારીએ કહ્યું કે, એક વખત નીરવ મોદીને મુંબઇમાં લાવવામાં આવે ત્યારબાદ તેને બેરેક નંબર 12માં આવેલા ત્રણ સેલ પૈકી એકમાં રખાશે જે ઉચ્ચ સુરક્ષા ધરાવતો બેરેક છે. તેમણે કહ્યું કે, નીરવ મોદીને લઇને જેલ એકદમ તૈયાર છે અને તમામ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. એ જ્યારે પણ પ્રત્યાર્પિત થઇને આવશે સેલ તેના માટે તૈયાર હશે.
યુકે કોર્ટના ન્યાયાધીશે ગુરુવારે ચુકાદો આપ્યો હતો કે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી પાસે ભારતીય અદાલતોમાં જવાબ આપવા માટેનો કેસ જ નથી, પરંતુ ભારતમાં ન્યાયી સુનાવણી નહીં મળે તેવું સૂચવવા માટે કોઈ પુરાવા પણ નથી. મોદીએ તમામ આધારો પર પ્રત્યાર્પણ વિરુદ્ધ લગભગ બે વર્ષ લાંબી કાનૂની લડતમાં હાર મેળવી હતી
49 વર્ષીય ડાયમંડ મર્ચન્ટ તેના પરના આરોપોની ગંભીરતાને કારણે વારંવાર જામીન નામંજૂર કરવામાં આવ્યાં છે અને માર્ચ 2019 માં તેની ધરપકડ થયા બાદ લંડનની જેલમાં કેદ છે. 2019માં જ્યારે યુકેની કોર્ટે જેલની સ્થિતિ અંગેનો રિપોર્ટ મગાવ્યો હતો એ સમયે મહારાષ્ટ્ર જેલ વિભાગે જેલ અને તેમની તમામ સુવિધીઓ વિશે માહિતી આપી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રએ રાજ્યના ગૃહ વિભાગ પાસે તેના વિશેની માહિતી માગી હતી, કારણ કે નીરવ મોદી માટે પ્રત્યાર્પણની કાર્યવાહી યુકેમાં વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજુ કરવાની હતી. રાજ્ય સરકારે કેન્દ્રની જે સુવિધા