National

નિરવ મોદી પ્રત્યાર્પણ કેસમાં આજે યુકેની અદાલતનો ચુકાદો

પંજાબ નેશનલ બેંક સાથે બે બિલિયન ડોલરની છેતરપિંડી કરનાર ભાગેડુ નિરવ મોદીના પ્રત્યાર્પણ કેસમાં લગભગ બે વર્ષ લાંબી કાનૂની લડાઇ બાદ યુકેની કોર્ટ ચુકાદો આપશે.


49 વર્ષીય નિરવ મોદી વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં દક્ષિણ-પશ્ચિમ લંડનની વાન્ડસવર્થ જેલમાંથી વીડિયોલિંક દ્વારા ઉપસ્થિત રહેવાની સંભાવના છે, જ્યાં જિલ્લા ન્યાયાધીશ સેમ્યુઅલ ગૂઝી નિરવ મોદીના પ્રત્યાર્પણ અંગે પોતાનો ચુકાદો આપશે.


ત્યારબાદ મેજિસ્ટ્રેટના ચુકાદાને યુકેના ગૃહ સચિવ પ્રીતિ પટેલને સાઇન આઉટ માટે પરત મોકલવામાં આવશે, પરિણામના આધારે હાઈકોર્ટમાં બંને તરફ અપીલ થવાની સંભાવના છે.
મોદીની 19 માર્ચ, 2019 ના રોજ પ્રત્યાર્પણ વોરંટ પર ધરપકડ કરવામાં આવી હતી, અને પ્રત્યાર્પણના કેસમાં શ્રેણીબદ્ધ સુનાવણી માટે વાન્ડસવર્થ જેલમાંથી વીડિયોલિંક દ્વારા તે હાજર થયો હતો. જામીન મેળવવાના તેના અનેક પ્રયાસો વારંવાર મેજીસ્ટ્રેટ અને હાઈકોર્ટના સ્તરે નકારી કાઢવામાં આવ્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top