National

ગોલ્ડ મળ્યો એટલે સફર સમાપ્ત નથી થયું: હવે નીરજ ચોપરાએ 90 મીટર સુધીનો ગોલ નિર્ધારિત કર્યો

ટોક્યો : ભારતના સ્ટાર એથ્લેટ (Indian star athlete) નીરજ ચોપરા (Niraj chopda)એ ઓલિમ્પિક ગેમ્સ (Tokyo Olympics)માં ગોલ્ડ મેડલ જીતી (Win gold medal)ને ઇતિહાસ રચ્યા પછી હવે આગામી સ્પર્ધાઓમાં 90 મીટર સુધી ભાલો ફેંકવાનું પોતાનું આગામી લક્ષ્ય (Goal) નિર્ધારિત કર્યું છે.

ઓલિમ્પિક્સમા ભારતનો બીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલિસ્ટ (gold medalist) એવા નીરજે શનિવારે જ ગેમ્સના 90.57 મીટરના રેકોર્ડને તોડવાનો (break record) પ્રયાસ કર્યો હતો પણ તે ત્યાં સુધી પહોંચી શક્યો નહોતો. નીરજે કહ્યું હતું કે ભાલા ફેંક એક ટેક્નીકલ સ્પર્ધા છે અને તે ઘણાં દિવસોના ફોર્મ પર નિર્ભર કરે છે. તેથી હવે મારૂં આગામી લક્ષ્ય 90 મીટરનું અંતર મેળવવાનું છે. તેણે કહ્યું હતું કે હું આ વર્ષે માત્ર ઓલિમ્પિક્સ પર જ ધ્યાન આપી રહ્યો હતો, હવે મેં ગોલ્ડ જીતી લીધો છે તો હું ભાવી સ્પર્ધાઓ માટે આયોજન કરીશ. ભારત પરત ફર્યા પછી હું ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે વિદેશી વિઝા મેળવવાનો પ્રયાસ કરીશ.

નીરજ 13 જુલાઇએ ગેટશીડ ડાયમંડ લીગ સ્પર્ધામાંથી હટ્યા પછી બોલ્યો હતો કે તે ઓલિમ્પિક્સ પછી આ ટોચના લેવલની એક દિવસની સીરિઝના બાકી બચેલા તબક્કાઓમાં ભાગ લઇ શકે છે. જેમાં 26 ઓગસ્ટ લુસાને, 28 ઓગસ્ટે પેરિસના તબક્કા ઉપરાંત 9 સપ્ટેમ્બરે જ્યુરિચમાં યોજાનારી ફાઇનલમાં પણ ભાલા ફેંક સ્પર્ધાને સામેલ કરાઇ છે.

ટોક્યોમાં ભારત માટે મેડલ જીતનાર ખેલાડીઓ

1. વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુ: મણિપુરની 26 વર્ષીય વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે પ્રથમ સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે 202 કિલો (87 કિલો + 115 કિગ્રા) ઉંચકીને મહિલાઓના 49 કિગ્રામાં સિલ્વર જીત્યો.

2. બોક્સર લવલીના બોરગોહેન: ભારતની સ્ટાર બોક્સર લોવલીના બોરગોહેને તુર્કીની ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન બુસેનાઝ સુરામેનેલી સામે મહિલા વેલ્ટરવેઇટ (69 કિગ્રા) સેમિફાઇનલમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

3. શટલર પીવી સિંધુ: સિંધુએ મહિલા બેડમિન્ટનના સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણીએ ચીનના હી બિંગ શિયાઓને 2-0થી હરાવી હતી. ઓલિમ્પિકમાં આ તેમનો રેકોર્ડ બીજો મેડલ હતો.

4. કુસ્તીબાજ રવિ દહિયા: ભારતીય કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ પુરૂષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રાની ફાઇનલમાં રશિયન ઓલિમ્પિક સમિતિ (આરઓસી) ના ઝાયુર ઉગાયેવ સામે 4-7થી પરાજય બાદ સિલ્વર મેડલ જીત્યો હતો.

5. પુરુષોની હોકી ટીમ: ભારતની પુરુષ હોકી ટીમે જર્મનીને 5-4થી હરાવીને ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો. 1980 પછી આ પ્રથમ વખત હતું જ્યારે ભારતે હોકીમાં મેડલ જીત્યો હોય.

6. કુસ્તીબાજ બજરંગ પૂનિયા: પુનિયાએ પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિલો વર્ગની કુસ્તી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. તેણે એકતરફી મુકાબલામાં કઝાકિસ્તાનના ડૌલેટ નિયાઝબેકોવને 8-0થી હરાવ્યો. 

Most Popular

To Top