Charchapatra

સુરતી મોઢ વણિક સમાજના  નિલેશભાઈ માંડલેવાલા

મેં તો ઘર સે અકેલા નીકલા થા જાનીબે મંઝિલ, લોગ આતે ગયે ઓર કારવાં બઢતા ગયા. હિન્દી ફિલ્મના એક જાણીતા શાયરની આ ખૂબસૂરત શાયરી આ શહેરના એક સેવાભાવી સમજદાર સજ્જન પુરુષ નિલેશ માંડલેવાલાના જીવનમાં સાચા અર્થમાં વણાઈ ગઈ છે. હોસ્પિટલના બીછાના પર પડેલા પિતાની કિડનીના દર્દથી પરેશાન, હોસ્પિટલનાં અન્ય દર્દીના દુ:ખથી પીડાતાં એના સ્વજનોની હાલત જોઈને તેઓ એક શ્રેષ્ઠ સંકલ્પ કરે છે મારે આ દિશામાં કાંઈક કરવું છે. એ કપરા સમય પર મારા યુવાન દીકરાનું પણ ડાયાબિટિસ ચાલતું હતું.

આજે એ વાતને 20 વર્ષ વીતી ગયાં છે. એમના પિતા સાથે મારો એકનો એક દીકરો હવે આ જગતમાં રહ્યો નથી. આજે મને એ બધું યાદ આવે છે. એમની કલ્યાણકારી સેવાનો હું સાક્ષી રહ્યો છું. શરૂઆતમાં આ પવિત્ર યશમા આ અંગદાન માટે એનાં પરિવારજનોને સમજાવવા માટે બહુ ભારી મહેનત કરવી પડી. સમયની સાથે લોકોમાં એવી જનજાગૃતિ આવી કે સામે ચાલીને સહયોગ આપતાં થયાં. આ મિશનને સફળ બનાવવા માટે ઘણા બધા પરોપકારી સેવાભાવી યુવાનો એમાં જોડાયા. કેટલીક સંસ્થાઓનો પણ સુંદર સાથ મળ્યો.

નિલેશભાઈ એવું માને છે કે આ મારા સફળ મિશનમાં એ બધાં લોકો ભૂલાય એમ નથી. ‘ડોનેટ લાઈફ’ના સ્થાપકનો આ એક નેક પ્રવૃત્તિથી આજ દિન સુધીમાં ગુજરાતભરમાં 1360થી વધુ રેકોર્ડ અંગદાનથી ગરીબ, લાચાર માનવીને નવું જીવન પ્રાપ્ત થયું છે. આ કોઈ જેવી તેવી વાત નથી. તાજેતરમાં 26મી જાન્યુઆરીના રોજ ભારત સરકારે આ અત્યંત પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ આ ભલા માનવી માટે પસંદગી કરી છે. ધન્યવાદ. ખૂબ ખૂબ અભિનંદન. સુરતી મોઢ વણિક સમાજના નિલેશભાઈ માંડલેવાલા સાહેબને યાદ, પ્યાર ને નમસ્કાર.
ગોપીપુરા, સુરત – જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top