SURAT

ઉમેદવારી રદ થયા બાદ નિલેશ કુંભાણી પહેલીવાર સામે આવ્યા, વીડિયો મેસેજમાં કહ્યું, હું કોંગ્રેસ સાથે..

સુરત: નાટ્યાત્મક રીતે સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડી શકનાર નિલેશ કુંભાણી આખરે ફોર્મ રદ્દ થયાના 6 દિવસ બાદ અચાનક પ્રકટ થયા છે. કોંગ્રેસના કાર્યકરો દ્વારા દોષનો ટોપલો નિલેશ કુંભાણી પર ઢોળી તેમના વિરુદ્ધ ગદ્દાર, લોકશાહીનો હત્યારો એવા પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા છે. પાંચ દિવસ સુધી ભારે ફજેતી થયા બાદ આજે કુંભાણીએ વીડિયો મેસેજ મારફતે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. વીડિયો મેસેજમાં નિલેશ કુંભાણીએ કહ્યું કે, હું કોંગ્રેસ સાથે છું અને હંમેશા સાથે રહીશ.

નિલેશ કુંભાણીએ શું કહ્યું વીડિયો મેસેજમાં?
નમસ્કાર, હું નિલેશ કુંભાણી. મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો. બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાત થઈ હતી. આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ. મારા સગા અને સંબંધીઓને મેં કીધું હતું કે, કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે. આપણે કંઈ ડરવાની જરૂર નથી. બધાના સાથ સહકાર લઈ પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ રવાના થયો ત્યારે કોના ઇશારે કોંગ્રેસના કાર્યકર્તાઓએએ મારા ઘરે આવી મને પરત ફરવા મજબૂર કર્યો.

જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણા તા. કોંગ્રેસના મેઈન મેઈન આગેવાનો, અહીંના નેતાઓ મારા રથમાં પણ બેસવા તૈયાર નહોતા. મારી સાથે જોડાતા નહોતા. કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે, 20 તારીખ પહેલા બૂથ પર કોણ સાથે બેસવાના છે. તેના નામ, નંબર વિગત મોકલો, ત્યારે અહીં ચૂંટણી લડેલા હતા, જે હોદ્દેદારો હતા તેને કહેતા હતા કે આપણે બૂથની વિગતો આપવાની છે, ત્યારે એકપણ આગેવાનોએ બૂથ આપ્યા નહોતા અને કાર્યકરોને પણ ના પાડતા હતા કે બૂથ આપતા નહીં.

તેમજ પબ્લિક પણ જાણે છે કે, જે અત્યારે વિરોધ કરે છે એ ભાજપ સાથે બેસી ગયા હતા. તેમજ અમારી સભા કે ડોર ટુ ડોરમાં એક પણ આગેવાન આવ્યા નહોતા અને અગાઉ પણ એ ફૂટી ગયા હતા. મને એકલો મેકી દીધો હતો. પ્રચાર પણ હું એકલો કરતો હતો.

ભાજપ સતત ઓફર આપતું હતું
2017માં મારી ટિકિટ આવી હતી. કપાઈ ગઈ. ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીની ઓફર હતી. ભાજમાં જોડાઈ જાઓ. અપક્ષ લડો. કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો. તેમ છતાં કોંગ્રેસને નુકસાન થાય તેવું એક પણ નિવેદન મેં આપ્યું નહોતું. ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફરો આવતી હતી કે તમે પ્રચાર ધીમો કરો. કાર્યાલય બંધ કરો. ડોર ટુ ડોર જવાનું બંધ કરો. સભા ઓછી કરો. ત્યારે અમારા સાથી ઉમેદવારો પૈકી ઘણાએ તે ઓફર સ્વીકારી હતી. 2700 મત મળતા હોય છતાં ઓફિસો બંધ કરી હતી. પ્રચાર ધીમો કર્યો હતો. સગાસંબધીઓને કહેતા ભાજપને વોટ આપો.

અત્યારે વિરોધ કરનારાને પૂછજો કોના દબાણથી પ્રચારમાં આવતા નહોતા
પરેશ ધાનાણી જ્યારે પહેલી સભા સુરત મોટા વરાછા આવ્યા ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસનું સ્ટેજ ટુંકું પડતું હતું ત્યારે કોંગ્રેસના એક બે આગેવાનોને ફોડી નાંખવામાં આવ્યા હતા. કે કોંગ્રેસની રેલી કે સભામાં જવાનું નહીં. ત્યાર બાદ એક પણ કોંગ્રેસના નેતા મારા પ્રચારમાં આવતા નહોતા. અત્યારે જે વિરોધ કરે છે તેમને તમે પૂછજો કે આમ આદમી પાર્ટીના નેતા, કોર્પોરેટરો જે સાથે રહીને મહેનત કરતા હતા કોંગ્રેસના કોના દબાણથી ફોડ્યા હતા. સભા, ડોર ટુ ડોર પ્રચારમાં આવતા નહોતા. કતારગામ, માનગઢ ચોક નહોતા આવતા.

પ્રતાપ દૂધાત ફોન ઉપાડતા નહીં
પ્રતાપ દૂધાતને અનેકવાર કહ્યું સભામાં મારી સાથે આવો. તો એમણે કીધું ફોર્મ ભરતી વખતે મારી સાથે આવત. અમરેલીની તારીખ પછી તારીખ લેજે. દૂધાતને પૂછી મેં તારીખ લીધી. પછી દૂધાત મારો ફોન ઉપાડતા નહીં. મોવડી મંડળને જાણ કરી કે પ્રતાપ દૂધાતને કહો કે હું ફોર્મ ભરું ત્યારે આવે. હવે મને મારી નાંખવાની ધમકી આપે છે, પરંતુ પહેલાં તે હાજર હોત તો આવી ઘટના ન બનત.

હું કોંગ્રેસનો સૈનિક છું અને રહીશ
કોંગ્રેસને જીવતી રાખવામાં મેં વરાછામાં કાર્યાલય ખુલ્લી રાખી હતી. હું એક પણ એવું નિવેદન ન આપું જેથી કોંગ્રેસને નુકસાન થાય. આટલું બધું થયા બાદ પણ હું કોંગ્રેસનો સૈનિક છું અને રહીશ. મને મોવડી મંડળ પર વિશ્વાસ છે.

Most Popular

To Top