ખેડૂત આંદોલન દરમિયાન ટૂલકિટ કેસ (TOOL KIT CASE)માં પર્યાવરણવિદ દિશા રવિની ધરપકડ થયા બાદ હવે તેના નજીકના લોકો ઉપર ગાળિયો કસાવાની તૈયારી છે. દરમિયાન દિશા રવિની નજીકની નિકિતા જેકબ (NIKITA JACOB) ફરાર થઇ ગઈ છે. દિલ્હી પોલીસે નિકિતા જેકબ સામે કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. સ્પેશ્યલ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર 11 ફેબ્રુઆરીએ નિકિતા જેકબના ઘરે સ્પેશ્યલ સેલની ટીમ તેને શોધવા માટે ગઈ હતી. સ્પેશ્યલ સેલની ટીમ ખાસ મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ (ELECTRONIC DEVICES) તપાસવા માટે ગઈ હતી. તે સાંજનો સમય હતો માટે તેની કઈ ખાસ પૂછપરછ થઈ શકી નહીં. જો કે નિકિતા પાસે દસ્તાવેજ પર સ્પેશ્યલ સેલ દ્વારા સહી કરવામાં આવી હતી કે તે તપાસમાં જોડાશે, પરંતુ તે પછી નિકિતા અંડરગ્રાઉન્ડ થઇ છે.
ચાલો જાણીયે શું છે આખો મામલો
ખેડૂત આંદોલનના સમર્થનમાં સામાજિક કાર્યકર્તા ગ્રેતા થાનબર્ગ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી તેમાં ટૂલ કીટની તપાસની દિશા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. અને હાલ સુધી આ કેસમાં પ્રથમ ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસના સાયબર સેલે બેંગ્લોરથી 21 વર્ષીય દિશા રવિની ધરપકડ કરી હતી, જેને કોર્ટે 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપી છે.
દિલ્હી પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, દેશને બદનામ કરવા અને વાતાવરણ બગાડવા માટે રચાયેલ ટૂલ કીટ કેસમાં દિશા રવિ મુખ્ય ષડયંત્રકાર છે. દિશાએ ઘણીવાર ટૂલ કીટ એડિટ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ દિશાએ કબૂલાત કરી છે કે તેણે 2 લાઈનો એડિટ કરી હતી. દિશા અનુસાર, તે ખેડૂત આંદોલનથી પ્રભાવિત હતી અને તેણે ખેડૂતોના સમર્થનમાં તે કર્યું હતું. જેથી આ કેસમાં હવે દિશાના નજીકના લોકો જેમણે પણ આ પોસ્ટ સાથે સલન્ગ પોસ્ટ શેર કરી હશે તે દિલ્હી પોલીસની તપાસ યાદીમાં સમાવિષ્ટ થઇ જશે.
હાલ તો ટૂલ કીટ કેસમાં પોલીસે દિશા રવિનો મોબાઇલ કબજે કર્યો છે, પરંતુ તેનો ડેટા પહેલાથી જ ડિલીટ કરી દેવાયો હતો, જે હવે પોલીસ ફરી મેળવી લેશે. દિશાએ એક વોટસએપ ગ્રુપ બનાવ્યું હતું જેમાં નિકિતા જેકબ જોડાયેલ હતી. આ કેસમાં નિકિતા પણ દિલ્હી પોલીસના રડાર પર છે. નિકિતાને પણ પૂછપરછ માટે સાયબર સેલ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે, ત્યારથી નિકિતા ભૂગર્ભમાં ઉતરી ગઈ છે.