Business

નિફ્ટીએ 14 મહિના બાદ ઓલ ટાઈમ હાઈ સાથે રેકોર્ડ સર્જ્યો, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો

આજે તા. 27 નવેમ્બર ગુરુવારે બજાર ખુલતાં જ ભારતીય શેરબજારમાં સારી તેજી જોવા મળી. રોકાણકારોમાં ઉત્સાહ વધ્યો અને ખરીદી વધુ જોવા મળી. જેના કારણે નિફ્ટીએ 14 મહિનાં પછી નવું સૌથી ઊચું લેવલ હાંસલ કર્યું. સાથે જ સેન્સેક્સે પણ શરૂઆતમાં લગભગ 300 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો.

આજે સવારના કારોબારમાં નિફ્ટી લગભગ 90 પોઈન્ટના ઉછાળા સાથે 26,295.55ની નવી ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો હતો. આ પહેલા ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નિફ્ટીએ 26,277.35નો ઓલ-ટાઇમ હાઈ બનાવ્યો હતો.

બજારમાં મોટાભાગના ક્ષેત્રોમાં વધારો જોવા મળ્યો. ઓટો, બેંકિંગ, ફાર્મા, રિયલ એસ્ટેટ, ઓઇલ અને ગેસ જેવા ક્ષેત્રોમાં ખરીદી વધી. એટલે બજારમાં વ્યાપક તેજી જોવા મળી પરંતુ આઇટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા કેટલાક ક્ષેત્રોમાં થોડો ઘટાડો નોંધાયો.

આ તેજી પાછળ વૈશ્વિક બજારનો પણ ટેકો હતો. અમેરિકાના મુખ્ય બજારોમાં પણ છેલ્લે સત્રમાં વધારો જોવા મળ્યો હતો. વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા અને સારા વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય બજારમાં સકારાત્મક માહોલ રહ્યો.

નિષ્ણાતોનું માનવું છે કે આવતા દિવસોમાં પણ બજારમાં તેજી ચાલુ રહી શકે છે. ખાસ કરીને બેંકિંગ સેક્ટરની મજબૂતાઈ બજારને વધુ સપોર્ટ આપી શકે છે.

Most Popular

To Top