આગામી તા.19મી સપ્ટે. સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્ર પરથી હજુયે અતિ તીવ્ર લો-પ્રેશર સિસ્ટમ સરકીને ગુજરાત તરફ આવી રહી છે. જેના પગલે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.આજે ગાંધીનગમાં મહેસુલ વિભાગ દ્વ્રારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી.
જેમાં હવામાન વિભાગના અઘિકારીએ બેઠકમાં જણાવ્યું હતું કે, રાજયમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં તા.૧૪/૦૯/૨૦૨૧ થી તા.૧૬/૦૯/૨૦૨૧ એમ ત્રણ દિવસ જુનાગઢ, રાજકોટ,વ લસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ , નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે.
તા.17-18ના રોજ ઉત્તર ગુજરાતમાં, 16થી 18 કચ્છમાં અને 18-19નારોજ બનાસકાંઠા-પાટણ અને દ.ગુ.માં ભારે વરસાદ પડશે
તા.૧૭/૦૯/૨૧ થી તા.૧૮/૦૯/૨૦૨૧ સુઘી ઉતર ગુજરાતના જિલ્લાઓ પૈકી બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં તથા મોરબી, જામનગર, દેવભૂમિદ્વારકામાં અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે. આગામી તા.૧૬/૦૯/૨૦૨૧થી તા.૧૮/૦૯/૨૦૨૧ સુઘી કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. તા.૧૮/૦૯/૨૦૨૧ થી તા.૧૯/૦૯/૨૦૨૧ સુઘી બનાસકાંઠા, પાટણ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આમ ઉ૫રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતા રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRF ની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે તે અંગે સૂચના અપાઈ છે.
રાજ્યમાં એનડીઆરએફની 13 ટીમ તૈનાત કરાઈ, દ.ગુ.માં 3 ટીમ મુકાઈ
રાજયમાં એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૧૩ ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. જે પૈકી ૧-વલસાડ, ૧-સુરત, ૧-નવસારી, ૨-રાજકોટ, ૧-ગીરસોમનાથ, ૧-અમરેલી, ૧-ભાવનગર, ૧-જુનાગઢ, ૨-જામનગર, ૧-બોટાદ, ૧-મોરબી ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. અને ૧-ટીમ વડોદરા અને ૧-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે અને ભટીંડા પંજાબથી આવેલ ૦૫ ટીમ પૈકી ૧- રાજકોટ,૧-પોરબંદર,૧- દેવભુમી ઘ્વારકા,૨-જામનગર ખાતે ફરજ પર ગોઠવવામાં આવી છે.
કૃષિ વિભાગના સૂત્રોએ બેઠકમાં કહ્યું હતું કે ચાલુ વર્ષે અંદાજીત ૮૨.૮૩ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૧૩/૦૯/૨૦૨૧ સુધીમાં થયું છે.ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૮૫.૧૨ લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૬.૮૨% વાવેતર થયું છે. સરદાર સરોવર નર્મદા નિગમના સત્તવાર સૂત્રોએ કહયું હતું કે સરદાર સરોવર જળાશયમાં હાલ ૧,૭૬,૫૫૮એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૫૨.૮૫% છે. સિંચાઇ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજયના ૨૦૬ જળાશયોમાં ૩,૯૮,૭૫૩ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૭૧.૫૩% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૬૫જળાશય, એલર્ટ ૫ર કુલ- ૦૫ જળાશય તેમજ વોર્નીગ ૫ર-૧૩ જળાશય છે.