નવી દિલ્હી: નવા વર્ષ (New Year) 2023ની શરૂઆત થઈ ગઈ છે. લોકો આ નવા વર્ષને ખુશીથી આવકારી રહ્યાં છે. દુનિયાભરમાં સેલિબ્રેશનની ભરમાર લાગી ગઈ છે. ત્યારે નવા વર્ષના પહેલા દિવસે જ લોકોને એક મોટો ઝટકો મળ્યો છે. નવા વર્ષના પહેલા દિવસે જ LPG ગેસ સિલિન્ડરનો ભાવ વધી ગયો છે. જાણકારી મુજબ કમર્શિયલ સિલિન્ડરમાં 25 રુપિયાનો વધારો થયો છે. જો કે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ વઘારો થયો નથી. આ સાથે ઘરેલુ સિલિન્ડરમાં ભાવ વઘે તેવી કોઈ જાણકારી મળી આવી નથી. નવા વર્ષના પ્રથમ દિવસે જ સામાન્ય લોકોને મોંધવારીનો જારદાર ફટકો પડ્યો છે. સરકારી તેલ કંપનીઓએ રાજધાની દિલ્હી ખાતે 1 જાન્યુઆરી 2023ના રોજ LPG ગેસ સિલિન્ડરનો નવો ભાવ રજુ કર્યો છે.
સરકારી તેલની કંપનીમાં 1 જાન્યુઆરી 2023એ LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ બહાર પાડ્યા છે. નવા ભાવમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રુપિયા સુઘીનો વધારો થયો છે. જાણકારી મુજબ આ ભાવ વઘારો માત્ર કોર્મશિયલ ગેસ સિલિન્ડરમાં જ થયો છે. આજે દેશની રાજધાની દિલ્હીમાં કોર્મશિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધોરો નોંધાયો છે.
રાજધાની નવી દિલ્હીમાં આજે LPGમાં નવો ભાવ વધારો નોંધાયો છે. નવા ભાવ મુજબ દિલ્હીમાં પ્રતિ સિલિન્ડર 1769 રુપિયા, મુંબઈમાં પ્રતિ સિલિન્ડર 1721 રુપિયા, કોલકત્તામાં પ્રતિ સિલિન્ડર 1870 રુપિયા તેમજ ચેન્નઈમાં પ્રતિ સિલિન્ડર 1917 રુપિયા થયો છે.
દેશમાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતોમાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો ન હતો. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લે 6 જુલાઈ 2022ના રોજ વધારો કરવામાં આવ્યો હતો. તે દરમિયાન તેલ કંપનીઓએ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. આ સિવાય જો ગત વર્ષની વાત કરીએ તો ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કુલ 153.5 રૂપિયાનો વધારો નોંધાયો હતો.