નવી દિલ્હી: દિલ્હીમાં (New Delhi) 13-20 નવેમ્બરે ઓડ ઈવન (Odd-Even) લાગુ થવાનું હતું. પરંતુ દિલ્હીમાં કાલે રાતથી ભારે વરસાદને (Heavy Rain) કારણે પ્રદૂષણના (Air Pollution) સ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે. તેથી હવે દિલ્હીમાં ઓડ ઈવનને સ્થગિત રાખવામાં આવ્યું છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે ગઈકાલે રાતથી દિલ્હીમાં હવામાનમાં પલટો આવ્યો છે. વરસાદને કારણે પ્રદૂષણમાં સુધારો થયો છે. આવી સ્થિતિમાં અત્યારે ઓડ ઈવન લાગુ થશે નહીં. દિવાળી (Diwali) પછી સમીક્ષા બેઠક યોજાશે, જે બાદ ઓડ ઈવન પર નિર્ણય લેવામાં આવશે.
જો કે દિલ્હી એનસીઆરને (Delhi-NCR) વાયુ પ્રદૂષણથી (Air Pollution) રાહત મળી છે. ગુરુવારે રાતથી પડી રહેલા ભારે વરસાદે (Heavy rain) દિલ્હીના લોકોને દિવાળીની (Diwali) ભેટ આપી છે. અત્યાર સુધીના અહેવાલો અનુસાર દિલ્હીના ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તા (AQI) 400 થી ઘટીને 100 થઈ ગઈ છે. દિલ્હીમાં પ્રદૂષણથી બચવા માટે સરકાર કૃત્રિમ વરસાદની તૈયારીઓ કરી રહી હતી, જ્યારે કુદરતે દિલ્હી-NCR પર મહેરબાની કરી છે અને ગુરુવારે મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે.
દિલ્હી-એનસીઆર છેલ્લા એક સપ્તાહથી પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે. હવાની ગુણવત્તાનું સ્તર એટલે કે AQI 450 થી ઉપર રહ્યું. પ્રદૂષણ પર અંકુશ મેળવવા માટે દિલ્હી સરકારે ઘણા મોટા નિર્ણયો પણ લીધા હતા. આ અપૂરતા સાબિત થયા. આ પછી દિલ્હી સરકારે 13 નવેમ્બરથી ઓડ ઈવન લાગુ કરવાની જાહેરાત કરી હતી. જોકે શુક્રવારે સવારે દિલ્હી-એનસીઆરમાં વરસાદથી લોકોને રાહત મળી હતી. આકાશમાં ધુમ્મસ સાફ થઈ ગયું. AQI પણ 400 થી 100 ના સ્તરે પહોંચી ગયો. ઓડ-ઇવન સિસ્ટમ અમલી હશે તે દરમિયાન નંબર 1, 3, 5, 7 અને 9 (જેમાં આ નંબરો છેલ્લી હરોળમાં છે) વાળા વાહનો બેકી દિવસોમાં દોડશે. તે સિવાયના દિવસોએ એવા વાહનો ચાલશે જેનો નંબર 0, 2, 4, 6 અને 8 સાથે સમાપ્ત થાય છે.
દેશની રાજધાની દિલ્હી આ દિવસોમાં ભારે વાયુ પ્રદૂષણ સામે ઝઝૂમી રહી છે અને ગેસ ચેમ્બર બની ગઈ છે. સ્વિસ ગ્રૂપ IQ Air એ એક ડેટા જાહેર કર્યો છે જે મુજબ દિલ્હીની સાથે કોલકાતા અને મુંબઈ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ છે. નવી દિલ્હી આ યાદીમાં ટોચ પર છે અને અહીંનો AQI સવારે 7.30 વાગ્યે 483 નોંધાયો હતો. આ પછી પાકિસ્તાનનું લાહોર શહેર છે જ્યાં સવારે AQI 371 નોંધાયું હતું.