Sports

આર્યલેન્ડને હરાવી ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ બની

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા (Autralia) દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2022 (T20WorldCup2022) માં ન્યુઝીલેન્ડની ટીમે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી દીધું છે. શુક્રવારે 4 નવેમ્બરે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે આયર્લેન્ડને (Ireland) 35 રનથી હરાવ્યું હતું. જો કે ગ્રૂપ-1માં હજુ બે મેચ બાકી છે, ત્યારબાદ જ બે સેમી ફાઇનલિસ્ટ ટીમો નક્કી થશે. આયર્લેન્ડને હરાવ્યા બાદ ન્યુઝીલેન્ડની ટીમના 7 પોઈન્ટ થઈ ગયા છે. આ સાથે તે પોતાના ગ્રુપમાં ટોપ પર છે. તેનો નેટ રન રેટ પણ ઘણો સારો છે. હવે તેને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડથી (England) સ્પર્ધા મળી શકે છે. જો આ બંને ટીમો અજાયબી કરે છે અને ખૂબ જ સારા નેટ રન રેટ સાથે મેચ જીતે છે, તો તેઓ ન્યુઝીલેન્ડને (New Zealand) પછાડી શકશે. જોકે આની સંભાવના ઘણી ઓછી છે.

ન્યુઝીલેન્ડને 186 રનનો ટાર્ગેટ આપ્યો હતો
મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. આ દરમિયાન ઓપનર ફિન એલન (32) અને ડેવોન કોનવે (28)એ શાનદાર શરૂઆત કરી હતી. આ પછી કેપ્ટન કેન વિલિયમસન ત્રીજા નંબરે આવ્યો અને તેણે 35 બોલમાં 61 રનની ઇનિંગ રમી. મધ્યમાં ડેરેલ મિશેલે 21 બોલમાં 31 રન બનાવ્યા હતા. આ રીતે ન્યૂઝીલેન્ડની ટીમે 6 વિકેટે 185 રન બનાવ્યા હતા.

આયર્લેન્ડ માટે ફાસ્ટ બોલર જોશુઆ લિટલ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ વર્લ્ડ કપની બીજી હેટ્રિક લીધી. જોશુઆએ કેન વિલિયમસન, જીમી નીશમ અને મિશેલ સેન્ટનરને પોતાનો શિકાર બનાવ્યો હતો. તમને જણાવી દઈએ કે મેચમાં જોશુઆએ 4 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 22 રન આપીને 3 વિકેટ લીધી હતી.

આયર્લેન્ડ આ મેચ 35 રનથી હારી ગયું હતું
186 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આયરલેન્ડની ટીમની શરૂઆત શાનદાર રહી હતી. પોલ સ્ટર્લિંગે 27 બોલમાં 37 રન બનાવ્યા હતા. જ્યારે બીજા ઓપનર અને કેપ્ટન એન્ડ્ર્યુ બાલબિર્નીએ 25 બોલમાં 30 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન રન કરી શક્યો નહોતો. આ રીતે આયર્લેન્ડની ટીમ 9 વિકેટે 150 રન જ બનાવી શકી હતી. આ રીતે તે 35 રનથી મેચ હારી ગયો હતો. લોકી ફર્ગ્યુસને 3 વિકેટ લીધી હતી.

શું આ જીત છતાં ન્યુઝીલેન્ડની ટીમ બહાર થઈ શકે છે?
ચાહકો હવે એ સવાલનો જવાબ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે શું આ જીત બાદ પણ ન્યૂઝીલેન્ડની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે? જવાબ છે કે હા, કિવી ટીમ આઉટ થઈ શકે છે. પરંતુ તે માટે ઓસ્ટ્રેલિયાએ તેની બાકીની છેલ્લી મેચ લગભગ 185 રનના માર્જીનથી જીતવી પડશે. આ ઉપરાંત ઈંગ્લેન્ડને તેની છેલ્લી મેચમાં શ્રીલંકાને લગભગ 128 રનથી હરાવવું પડશે.

Most Popular

To Top