Charchapatra

નૂતન વર્ષનું શુકન ‘સબરસ’

દિવાળીની આખી રાત ફટાકડાથી આકાશ ગૂંજે,શેરી મહોલ્લામાં આંગણામાં રંગોળી પુરાય. સુરતની શેરીની દિવાળીની રોનક કંઈ અલગ લાગે.નૂતન વર્ષને આવકારવા સુરતીઓ આખી રાત જાગે છે. સવારે પાંચ વાગે એટલે સુરતની શેરીઓમાં સબરસ સબરસની બૂમો સંભળાય. સબરસ એટલે મીઠું. નવા વરસે શુકનમાં સબરસની ખરીદી કરવાની પરંપરા આજે પણ ચાલે છે. સબરસ વેચવાવાળો થાળીમાં લાભ,સવાઈ ને બરકત બોલીને ત્રણ મુઠ્ઠી મીઠું આપે એટલે ખરીદનાર બોણી રૂપી દશ રૂપિયા સબરસ વાળાને આપે.આમ તો મીઠાનું મૂલ્ય નજીવું છે પણ મીઠા વગર રસોઈનો સ્વાદ ફિક્કો છે.

દ્વારિકામાં રુક્મિણી અને શ્રીકૃષ્ણે નગરજનોને મીઠાની ભેટ આપેલી અને મીઠાનું મહત્ત્વની સમજ આપેલી. શ્રીકૃષ્ણ ભગવાને મીઠાને સબરસ તરીકે ઓળખ આપેલી ત્યારથી મીઠું શુકનવંતું ગણાય છે. નવા વર્ષની શરૂઆતમાં સૌ પ્રથમ બધા મીઠાની ખરીદી કરે છે. શ્રીકૃષ્ણ ભગવાને નવા વર્ષે સૌ નગરવાસીઓને શુકનવંતું મીઠું આપ્યું. બસ ત્યારથી જ નૂતન વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારથી જ સૌ ‘સબરસ’ની ખરીદી કરતાં થયાં.
સુરત     – કિરીટ મેઘાવાલા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પનોતી માટલાનો સદુપયોગ
આવતી કાળી ચૌદશના દિવસે સમાજનાં મહિલા પુરુષ આખું વર્ષ જે માટલામાં પાણી રાખે છે તેનો નિકાલ કરે છે કારણ કે માટલાના સૂક્ષ્મ છિદ્રોમાં પાણી સાથે આવેલી ખનિજ ધાતુથી છિદ્રો પુરાઈ જવાથી પાણીનું માટલામાંથી બાષ્પીભવન નહિ થવાના કારણે પાણી કુદરતી રીતે ઠંડુ થતું નથી. વર્ષે માટલું બદલી નાખવામાં આવે છે પણ એમાં અંધશ્રદ્ધા રાખી અને માટલું પનોતી માની ચાર રસ્તાની વચ્ચે મૂકતા હોય છે.

વચ્ચે વાપરેલું ઝાડુ મૂકવાથી જ્યારે વાહનથી ઠોકર વાગતાં નિર્દોષ માણસોની આંખ કે માથામાં માટલાના ટુકડા ઊડીને વાગતા બનાવો બને છે. માટે નગરપાલિકા વાળાને કુંડા કચરામાં નાખવા આપી દો અથવા એનો એમાં માટી નાખી કુંડાનો સદુપયોગ કરવો જોઈએ. તુલસી, એલોવેરા કે ફૂલ રોપી શકાય. નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ નહિ બને અને માટલાનો સદુપયોગ પણ થાય એવું કરીએ.
સુરત     – હરીન પી.પટેલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top