વર્ષ 2022ને બાયબાય કરવા અને વર્ષ 2023ને (New Year) આવકારવા માટે દુનિયાભરમાં સેલિબ્રેશનની (Celebration) ભરમાર લાગી ગઈ છે. લોકો નવા વર્ષને આવકારવા ખુશીથી ઝુમી રહ્યા હતા. અમેરિયાના ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેરમાં વિશ્વની સૌથી મોટી ઉજવણી કરવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. તો બીજી તરફ ભારત દેશમાં પણ અનેક જગ્યાએ લોકો નવા વર્ષનું શાનદાર સ્વાગત કરે છે. ભારતમાં ગોવા (Goa) અને મુંબઈમાં (Mumbai) નવા વર્ષનું શાનદાર સ્વાગત કરવા લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ આતશબાજીની મજા માણી હતી. તો સાથે જ ડાન્સ મસ્તી વચ્ચે લોકોએ વર્ષ 2022ને વિદાય આપી હતી અને ઉમળકા ભેર નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. બીજી તરફ વિશ્વના અનેક દેશો એવા છે જ્યાં ભારતીય સમય અનુસાર બપોરથી જ નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ હતી. કેટલાક દેશોએ તો બપોરે જ નવા નર્ષમાં પ્રવેશ પણ કરી લીધો હતો. ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષે સૌથી પહેલા દસ્તક આપી હતી. ન્યૂઝીલેન્ડમાં પણ નવા વર્ષનું લોકોએ સ્વાગત કર્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મધ્યરાત્રિએ સિડની બ્રિજ પર રંગબેરંગી આતશબાજીએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ લાઈટિંગ જોવા માટે બ્રિજની આસપાસ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં 1 જાન્યુઆરી 2023થી નવા વર્ષની ઉજવણી શરૂ થતાંજ ઓપેરા હાઉસ અને હાર્બર બ્રિજ પર શાનદાર આતશબાજી કરાઈ હતી.
ભારતમાં નવા વર્ષની ઉજવણી શરૂ થવામાં ભલે ગણતરીના કલાકો બાકી હોય પરંતુ વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યાં દરેક જણ ઉજવણીમાં મગ્ન છે. હિંદ મહાસાગરમાં સ્થિત ટાપૂ ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષે સૌથી પહેલા દસ્તક આપી છે. પેસિફિક ટાપુ દેશો સમોઆ, ટોંગા, કિરીબાતી એ દેશોમાં સામેલ છે જ્યાં વિશ્વમાં પ્રથમ નવા વર્ષનું સ્વાગત કરવામાં આવે છે. આ પછી બીજા દેશો તેના નશામાં ડૂબવાનું શરૂ કરે છે. આ દેશો પછી બીજા નંબર પર ન્યુઝીલેન્ડ આવે છે જ્યાં લગભગ એક કલાક પછી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવે છે. શનિવારે અહીંના લોકોએ નવા વર્ષનું જોરશોરથી સ્વાગત કર્યું હતું. ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. લોકો મસ્તીમાં ઝૂમતા દેખાયા હતા.
કયા દેશમાં કેટલા વાગ્યે ઉજવણી શરૂ થાય છે જાણો
નવા વર્ષની ઉજવણી સમોઆ, ટોંગા અને કિરીબાતીમાં 31 ડિસેમ્બરે ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થાય છે. આ પછી ન્યુઝીલેન્ડનું નવું વર્ષ 3:45 મિનિટે ઉજવવામાં આવે છે. ન્યુઝીલેન્ડના કેટલાક અન્ય ભાગોમાં સાંજે 4.30 વાગ્યે ઉજવણી થાય છે. આ પછી, સાંજે 5:30 વાગ્યે રશિયાના નાના વિસ્તાર સિવાય અન્ય સાત સ્થળોએ નવા વર્ષનું સ્વાગત કરવામાં આવે છે. ઑસ્ટ્રેલિયામાં 31 જાન્યુઆરીએ સાંજે 7.30 વાગ્યે જ્યારે જાપાન, દક્ષિણ કોરિયામાં 8.30 વાગ્યે નવા વર્ષનું સેલિબ્રેશન શરૂ થાય છે. ચીન, ફિલિપાઇન્સમાં રાત્રે 9.30 વાગ્યે અને ઇન્ડોનેશિયા, થાઇલેન્ડમાં રાત્રે 12 વાગ્યે ઉજવણી શરૂ થાય છે.
વિશ્વમાં પ્રથમ વખત આ સ્થળે નવા વર્ષની ઉજવણી શરૂ થઈ
ભારતમાં નવા વર્ષની શરૂઆત થવામાં હજુ કેટલાક કલાકો બાકી છે પરંતુ વિશ્વમાં 2023ની શરૂઆત થઈ ચૂકી છે. ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષે સૌથી પહેલા દસ્તક આપી છે. આ ટાપુ હિંદ મહાસાગરમાં સ્થિત છે જેના પર ઓસ્ટ્રેલિયાનો એકાધિકાર છે. આ ટાપુ માત્ર 134 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. ગ્રીનવિચ સમયની નજીક હોવાને કારણે આ સ્થળે 31 ડિસેમ્બરની રાતના 12 વાગ્યાથી વધુ સમય થઈ ગયો છે.
ક્રિસમસ આઇલેન્ડ ભૌગોલિક રીતે ઓસ્ટ્રેલિયાથી દૂર છે અને ઇન્ડોનેશિયાની નજીક છે. આ ટાપુની વસ્તી માત્ર 2000ની આસપાસ છે. તેની મોટાભાગની વસ્તી ટાપુના ઉત્તરીય છેડે રહે છે. દુનિયાથી તદ્દન અલગ હોવાને કારણે અહીં માનવીય હસ્તક્ષેપ બહુ ઓછો છે.
સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. કોરોના પ્રતિબંધમાંથી સાજા થયા બાદ લોકો એકબીજાને શુભેચ્છા આપવાના મૂડમાં છે. રશિયાના લોકો પર નવા વર્ષનો હેંગઓવર સ્પષ્ટપણે દેખાય છે. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના લોકો વર્ષ 2023ને આવકારવા માટે તૈયાર છે.