નવી દિલ્હી (New Delhi): ભારતમાં કોરોના વાયરસ રોગચાળાએ (Corona Pandemic) ફરી માથુ ઉંચ્ક્યુ છે. ધીરે ધીરે કોરોના (કોવિડ -19) ના કેસો વધતા જોવા મળી રહ્યા છે. જેને લઇને કેન્દ્ર અને રાજ્ય સરકારો દોડતી થઇ છે. છેલ્લા બે દિવસમાં દરરોજ દેશમાં 16,000 થી વધુ નવા કેસ અને 100 થી વધુ લોકોના કોરોનાથી મોત નોંધાયા છે. હાલમાં દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળમાં છે, જ્યાંથી મોટી સંખ્યામાં નવા કેસો આવી રહ્યા છે.
દેશમાં અચાનક વધતા કેસ અંગે નિષ્ણાતોનું કહેવુ છે કે આનું કારણ લોકોની બેદરકારી, ઓછા થઇ ગયેલા પરીક્ષણો, પોઝિટિવીટી રેટમાં વધારો અને કેટલાક અંશે નવા તાણની ભારતમાં એન્ટ્રી છે.
લોકોની બેદરાકરીની વાત કરીએ તો દેશમાં 16 જાન્યુઆરીએ કોરોના રસીકરણ શરૂ થયા બાદ લોકોમાંથી કોરોનાનો ભય જતો રહ્યો હતો. લોકોને લાગ્યુ કે રસી આવી ગઇ છે તો ડરવાની જરૂર નથી. પણ આ વાત પહેલા પણ સ્પષ્ટ થઇ ચૂકી છે કે દેશની કુલ વસ્તીને પહોંચી વળવા જેટલા રસીના જથ્થાનું ઉત્પાદન કરવા માટે બે-ત્રણ વર્ષનો સમય લાગશે. કારણ હાલમાં ભારત પાસે ભલે અસરકારક રસી અને તેનું ઉત્પાદન કરતી SII કંપની હોય પણ ભારતે અનેકે દેશોને પણ રસી પહોંચાડવાની છે, SII સ્વતંત્ર કંપની છે. બીજી બાજુ રાજકીય પક્ષો દ્રારા થતી રેલીઓ અને પ્રચાર સમારંભમાં કોરોના પ્રોટોકોલના મહત્તમ ધજાગરા ઉડ્યા છે એ વાત પણ એટલી જ સાચી છે. સામાન્ય લોકોએ પણ આ પ્રચારોમાં કોવિડ પ્રોટોકોલના ધજાગરા ઉડતા જોઇ પોતે પણ બેદરકાર અને બેફિકર બનવાનું શરૂ કર્યુ હોય એવુ બની શકે.
આરોગ્ય મંત્રાલયના આંકડાઓ સૂચવે છે કે ગત સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિનાની તુલનામાં ફેબ્રુઆરી મહિનામાં કોરોના પરીક્ષણોની સંખ્યા ઘટી ગઇ છે. જેના માટે તંત્ર જવાબદાર છે. બીજી બાજુ કોરોના/ કોવિડ-19 માટે લેવામાં આવતા નમૂનાઓની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં, પોઝિટિવિટી રેટ ( positivity rate) સતત પાંચ ટકાથી ઉપર રહ્યો છે. ગયા મહિને પોઝિટિવિટી રેટ છ ટકાથી ઉપર હતો, અને નજીવો ઘટાડો થયો છે, પરંતુ તે હજી પણ 6-7 ટકાથી વધુ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના જણાવ્યા અનુસાર રોગચાળાને અસરકારક રીતે કાબૂમાં રાખવા માટે પોઝિટિવિટી રેટ બે અઠવાડિયા સુધી 5 ટકાથી નીચે રહેવો જોઇએ.
આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં કહ્યું હતું કે ભારતમાં યુનાઇટેડ કિંગડમમાંથી (UK/ London / England /Britain) મળી આવેલા કોવિડ -19 ના નવા વેરિએન્ટના (new Corona strain /variant) ઓછામાં ઓછા 180 કેસ નોંધાયા છે. તે સિવાય બ્રાઝિલ (Brazil) અને દક્ષિણ આફ્રિકાના (South Africa) વિવિધ પ્રકારોના પણ કેટલાક શંકાસ્પદ કેસો છે. અને દેશમાં કેટલાક નવા પ્રકારો પણ મળી આવ્યા છે. રોગચાળાના નિષ્ણાતના જણાવ્યા મુજબ ભારત વધારે નુકસાન કર્યા વિના રોગની ટોચને પાર કરી શક્યું છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ભારતમાં કોરોનાની બીજી લહેર (Second wave of Covid-19) નહીં આવે.