નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ (BJP) આમ આદમી પાર્ટીના (AAP) નેતા અને દિલ્હીની (Delhi) અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal) સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા છે. BJP IT સેલના પ્રભારી અમિત માલવિયાએ (Amit Malviya) આરોપ લગાવ્યો છે કે જૈને તિહાર જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખર (Sukesh ChandraSekhar) પાસેથી 10 કરોડ રૂપિયાની ‘પ્રોટેક્શન મની’ (Protection Money) લીધી હતી. માલવિયાએ આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીના નેતાઓ વસૂલીમાં વ્યસ્ત છે. તેણે ટ્વિટર પર એક સમાચારનું કટિંગ શેર કરીને આ આરોપ લગાવ્યો છે.
મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો છે કે તેણે AAP નેતા સત્યેન્દ્ર જૈનને પ્રોટેક્શન મની તરીકે 10 કરોડ રૂપિયા આપ્યા છે. સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી એલજી વીકે સક્સેનાને પત્ર લખીને જૈન પર ગંભીર આરોપ લગાવ્યા છે. સુકેશે આ મામલે એલજી દ્વારા તપાસની માંગ કરી છે.
સુકેશે તેના પત્રમાં લખ્યું છે કે, સત્યેન્દ્ર જૈન મને પૈસા આપવા માટે સતત દબાણ કરતો હતો. દબાણના કારણે મારી પાસેથી 2-3 મહિનાના ગાળામાં 10 કરોડની રકમ વસૂલ કરવામાં આવી હતી. સુકેશે દાવો કર્યો હતો કે આ સમગ્ર પૈસા કોલકાતામાં સત્યેન્દ્ર જૈનના નજીકના સાથી ચતુર્વેદીએ લીધા હતા. આ રીતે મેં સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.
મને જેલ ડીજી અને પ્રશાસન દ્વારા ધમકી આપવામાં આવી – સુકેશ
સુકેશે જણાવ્યું કે સત્યેન્દ્ર જૈન છેલ્લા 7 મહિનાથી તિહાર જેલમાં બંધ છે. તેઓએ મને ડીજી જેલ સંદીપ ગોયલ અને જેલ પ્રશાસન દ્વારા ધમકી આપી હતી. મને હાઈકોર્ટમાં દાખલ કરાયેલી ફરિયાદ પાછી ખેંચવા માટે કહેવામાં આવ્યું હતું. મને હેરાન કરવામાં આવ્યો હતો અને ધમકી આપવામાં આવી હતી. સુકેશ ચંદ્રશેખરે કહ્યું કે મારી 2017માં ધરપકડ કરવામાં આવી હતી. હું તિહાર જેલમાં બંધ હતો. તે સમયે સત્યેન્દ્ર જૈન જેલ મંત્રી હતા. તે ઘણી વખત જેલમાં આવ્યો અને મને કહ્યું કે તને આપેલા દાનની માહિતી તપાસ એજન્સીની ન આપવા સમજાવ્યું હતું.
એલજીને લખેલા પત્રમાં ચંદ્રશેખરે કહ્યું કે, 2019માં સત્યેન્દ્ર જૈન ફરી જેલમાં આવ્યા. તે સમયે તેની સાથે તેનો સેક્રેટરી અને મિત્ર સુશીલ પણ હતો. સત્યેન્દ્ર જૈને મારી પાસેથી દર મહિને પ્રોટેક્શન મની તરીકે 2 કરોડ રૂપિયા માંગ્યા. જેથી કરીને હું જેલમાં સુરક્ષિત રહી શકું અને મને જેલમાં પ્રાથમિક સુવિધાઓ મળી શકે.
AAPને 50 કરોડથી વધુનું દાન – સુકેશ
સુકેશે દાવો કર્યો છે કે તે સત્યેન્દ્ર જૈનને 2015થી ઓળખે છે. તેમણે દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટીએ તેમની પાસેથી દાવો કર્યો હતો કે તેમને દક્ષિણ ભારતમાં મહત્વપૂર્ણ પદ આપવામાં આવશે, તેથી તેમણે પાર્ટીને 50 કરોડથી વધુનું દાન આપ્યું હતું. એટલું જ નહીં, સુકેશના કહેવા પ્રમાણે, પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલવામાં મદદની ખાતરી પણ આપી હતી.
કેજરીવાલે કહ્યું આ દાવો તદ્દન ખોટો છે
કેજરીવાલે AAP નેતા સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા આપવાના સુકેશ ચંદ્રશેખરના દાવાને ખોટો ગણાવ્યો હતો. અરવિંદ કેજરીવાલે કહ્યું કે મોરબી અકસ્માત પરથી ધ્યાન હટાવવા માટે ભાજપે સુકેશ ચંદ્રશેખરની વાર્તા બનાવી છે. બીજેપી સુકેશ ચંદ્રશેખરના ખભા પરથી બંદૂક ફોડવાનો પ્રયાસ કરી રહી છે. પંજાબની ચૂંટણી પહેલા આ લોકો કુમાર વિશ્વાસને લઈને આવ્યા હતા.