SURAT

ફોગવાનો નવો વેપાર ધારો લાગુ: જે વેપારી વિવરને વાર ટુ વાર પેમેન્ટ આપશે તેને 1 ટકો લેશની સુવિધા

સુરત: સુરતના વિવિંગ ઉદ્યોગના સૌથી મોટા સંગઠન ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન (ફોગવા)ના પ્રમુખ અશોક જીરાવાળા દ્વારા કાપડ માર્કેટની વર્તમાન સ્થિતિમાં વિવરના પેમેન્ટની સલામતી માટે નવો વેપાર ધારો લાગુ કરાયો છે. જીરાવાળાએ જણાવ્યું હતું કે, વેપારી અને વિવર વચ્ચે ધારાધોરણ અંગે સમતોલ વાતાવરણ બની રહે એ અંગે ફોગવા દ્વારા નવી નીતિ જાહેર કરવામાં આવી છે.

જે માર્કેટનો વેપારી નેક્સ્ટ ડે પેમેન્ટ વિવરને આપશે તેને 1.5 ટકો લેશ કરી આપવામાં આવશે. બીજું જે વેપારી વિવરને વાર ટુ વાર પેમેન્ટ આપી દેશે તેને 1 ટકો લેસની સુવિધા આપવામાં આવશે અને જે વેપારી 30 દિવસમાં પેમેન્ટ આપશે તેને બિલ અમાઉન્ટનું નેટ પેમેન્ટ કરવાનું રહેશે. તેમણે કહ્યું હતું કે, આ ધારાધોરણ વિવર્સ અને વિવિંગ ઉદ્યોગના હિતમાં છે. MSME એક્ટની જોગવાઈ પછી દરેક વિવર, વેપારીએ વેપાર નીતિનું પાલન કરવું પડશે. વિવરના જોખમે વેપાર હવે ચાલી શકે નહીં.

ફોગવા પ્રમુખ અશોક જીરાવાળાનો વેપારધારો વાયરલ થતાં જ ગારમેન્ટ વ્યાપાર સંગઠનના લેટર હેડ સાથે માર્કેટમાં એક પત્ર વાઇરલ કરવામાં આવ્યો હતો. એમાં જણાવવામાં આવ્યું છે કે, ઉદ્યોગપતિઓ, ગારમેન્ટ વેપાર સંગઠન (GVSS) FOGWA દ્વારા જારી કરાયેલી ગ્રે ખરીદીની નવી વેપાર નીતિનો સખત વિરોધ કરે છે અને GVSS જૂના વેપાર ધારા મુજબ નવી ગ્રે ખરીદીની હિમાયત કરે છે.

વર્તમાન બજારની સ્થિતિ કોઈથી છુપાયેલી નથી, તેથી આપ સૌને વિનંતી છે કે જ્યાં સુધી જૂની કલમ પુનઃ સ્થાપિત ન થાય ત્યાં સુધી નવી ગ્રે ખરીદી સંપૂર્ણપણે બંધ કરો. આપ સૌ સહકાર આપો અને એક થઈને વ્યવસાયમાં નવી કલમના પડકારનો સામનો કરો. GVS તમારી સાથે ખભા મિલાવીને ઊભો છે.

Most Popular

To Top