ભારતનું રાજકારણ ખાસ કરીને મતલક્ષી વંશીય રાજકારણ વિશે જેમ વધુ વાત કરે છે તેમ ત્યાં તેમાં વધુ ને વધુ પ્રમાણમાં વંશાનુગત રાજકારણ આવતું જાય છે. રાજકીય નેતાઓનાં સંતાનો રાજકીય કારકિર્દીને અનુસરે તેમાં બંધારણીય રીતે ખોટું કંઇ નથી સિવાય કે આ મહાનુભાવો ઉપરથી અવતરે. આપણા દેશમાં લાંબા સમયથી આવો સંતાનોનો ઉદય લાંબા કાળથી થઇ રહ્યો છે પણ આપણે તેની નોંધ જ નથી લીધી. કાશ્મીર ખીણમાં શું થયું છે? ત્યાં તાજેતરમાં નવા પ્રકારનો પુત્રોદય થયો છે. પણ હજી તડકો ચડયો નથી. શ્રીનગર શહેરના મધ્યમાં તાજેતરમાં યોજાયેલી એક યુવા સભામાં એક નવો આઝાદ ઝળાંહળાં થતો હતો.
કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને જૂના જોગી ગુલામનબી આઝાદનો દીકરો પિતાને ખભે ટેકો આપવા મેદાને પડયો હતો. ગુલામ નબી આઝાદે કોંગ્રેસથી છેડો ફાડી ડેમોક્રેટિક આઝાદ પક્ષ અને પછીથી ચૂંટણી પંચની જરૂરિયાત ધ્યાનમાં રાખી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પક્ષની રચના કરી હતી, પણ દીકરાને મેદાનમાં ઉતાર્યો ન હતો, પણ આખરે ગુલામ નબી આઝાદના જીવનના આફતાબ એટલે કે સૂર્ય 41 વર્ષની વયના સદ્દામ નબી આઝાદે પિતાના પેંગડામાં પગ નાંખી શ્રીનગરના નગીન કલબના ચોગાન પર તાજેતરમાં પગરણ માંડયાં હતાં. કોઇ પણ જાતની છાલક વગર પણ રાજકીય જળમાં તેમણે જે છલાંગ મારી તેના ખાસ છાંટા ઊડયા ન હતા, પણ આમ છતાં આ એક રસપ્રદ ઘટના તો છે જ, કારણ કે ખાસ કરીને ભારત જોડો યાત્રા પછી આઝાદ પોતાના પક્ષના તાર લોકો સાથે જોડેલા રાખવા માંગે જ છે.
ભારત જોડો યાત્રાની સફળતા પછી ઘણા રાજકીય પક્ષોના તંબુમાં ગભરાટ ફેલાઇ ગયો છે અને તેમાંથી આઝાદનો પક્ષ પણ મુકત નથી અને તેથી આઝદના પક્ષને યુવાનોનો ટેકો છે એવું બતાવવા માટે સદ્દામ મેદાને આવ્યો છે? તે કંઇ આ સભામાં ચણા મમરા ખાવા તો નહીં જ આવ્યો હોય! જમ્મુ-કાશ્મીરના ખ્યાલથી અહીં વંશીય રાજકારણ કંઇ નવું નથી. શેખ મોહમ્મદ અબ્દુલ્લા તેમના સુપુત્ર ડો. ફારૂખ અબ્દુલ્લા અને તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા. ડો. ફારૂખ અને ઓમર તો જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી પણ રહી ચૂકયા છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી રહી ચૂકેલા મુફતી મોહમ્મદ સૈયદ અને તેમનાં દીકરી અને માજી મુખ્યમંત્રી મેહબૂબા મુફતી સૈયદ અને બાકી હતું તે તાસ્દુક હુસૈન મુફતી. મુફતીના મૃત્યુને પગલે મેહબૂબા મુખ્ય મંત્રી બન્યાં અને દીકરો રાજકારણમાં જોડાયો. બિલાલ અને સજ્જાદ લોણીની નોંધ લીધી છે? ભૂતપૂર્વ પ્રધાન અને ધારાસભ્ય અને પછીથી અલગતાવાદી નેતા બનેલા અબ્દુલ ગની લોણીના આ બે ચિરંજીવીઓ છે. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન પ્રો. સૈફુદ્દીન સોઝના દીકરા સલમાન સોઝ પણ મોડ બાંધીને ફરે છે. લોણી બંધુઓ પિતાની પીપલ્સ કોન્ફરંસ નામની દુકાન સાચવે છે.
અન્ય નેતા પુત્રોની સરખામણીમાં સદ્દામ આઝાદનો રાજકારણ પ્રવેશ જ પ્રભાવપૂર્વક થયો છે. સદ્દામે યુવા સંમેલન સંબોધ્યું તેમાં ખાસ કંઇ દમ ન હતો કે તેમને માટે કોઇ પક્ષની ગાદી તૈયાર નથી રખાઇ.આઝાદે કહ્યું કે મેં મારા દીકરાને કહ્યું કે તું કોઇ પણ જાતની સુરક્ષા વગર આમ આદમીની જેમ ખીણની આરપાર પ્રવાસ કરી શકીશ? લોકોને સાચા દિલથી પહેચાની શકીશ? નહીં તો લોકો કયારેય સાચી તસવીર નહીં બતાવે. મને સત્તા પર બેસાડવામાં આવે તો યુવાનોની વાત સાંભળવાને અને તેમને માટે રોજગારી સર્જવાની મારી અગ્રતા રહેશે અને મારો દીકરો સક્રિય રાજકારણમાં જોડાયો તેનો મને આનંદ છે. લોકોની ઉમ્મીદ પૂરી કરવા માટે તે કામ કરે એવી મારી ખ્વાહિશ છે.
2005નો કાશ્મીરમાં ધરતીકંપ હોય કે 2015ના પૂર હોય, સદ્દામ આઝાદે શાંતિથી અને ખંતથી કામ કર્યું જ છે અને કોઇ પણ જાતની સુરક્ષા વગર સેવા આપી હતી એમ પક્ષનાં સાધનોએ કહ્યું હતું. પિતાના પક્ષમાં કે કાશ્મીરના રાજકારણમાં તેમની શું ભૂમિકા હશે? ભારત જોડો યાત્રાને પગલે જેમના ચહેરા પર મુસ્કાન આવી છે તે નેતાઓની યુવા પેઢીની સામે ટક્કર લેવા માટે આઝદે પુત્ર માટે ભૂમિકા વિચારી છે? દિલ્હીની ફેશન ડીઝાઇનર અને ભૂતપૂર્વ અમલદાર દંપતીની પુત્રી ગૌરી કરનને પરણેલા સદ્દામ માટે એક ભૂમિકા નિશ્ચિત કરાઇ છે પિતાના હાથ મજબૂત કરવા.
અબ્દુલ્લા અને મુફતી વહેતા પ્રવાહમાં રાજકારણમાં ઊતર્યાં હતાં પણ સદ્દામને તો ઠીક, તેમના પિતાને મુસ્લિમ બહુમતીવાળા કેન્દ્રશાસિત પ્રદેશમાં નવો એકડો માંડવાનો છે. જમ્મુના પ્રથમ મુખ્ય મંત્રી આઝાદે વડવાઓના વતન જમ્મુમાંથી નહીં પણ કાશ્મીર ખીણમાંથી દીકરાને રાજકારણમાં ઊતાર્યો છે. ભારતીય જનતા પક્ષના ગઢ સમાન જમ્મુને બદલે ગુલામનો ડોળો કાશ્મીરકેન્દ્રી રાજકારણ પર તો નથી રહ્યો ને? જેથી કરીને નેતાઓની નવી પેઢીના યુવાનો સાથે સ્પર્ધા કરવાનો ઇરાદો તો નથી ને?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.