National

ભારતીય સાયબર સ્પેસમાં નવો મોબાઇલ બેન્કિંગ વાયરસ ફરતો થયો છે

નવી દિલ્હી: એક નવો (New) મોબાઇલ (Mobile) બેન્કિંગ (Benking) ટ્રોજન ( Trojan) વાયરસ (Virus) સોવા- કે જે એન્ડ્રોઇડ ફોનમાંથી (Anroid Phone) ચૂપચાપ ડેટાની તફડંચી કરી શકે છે અન તેને અનઇન્સ્ટોલ કરવો ખૂબ મુશકેલ છે તે ભારતીય યુઝરોને નિશાન બનાવી રહ્યો છે એમ દેશની કેન્દ્રીય સાયબર સિક્યુરિટી એજન્સીએ તેની નવી માર્ગદર્શિકામાં જણાવ્યું છે.

આ વાયરસે તેનું પાચમુ વર્ઝન અપગ્રેડ કર્યું છે
આ વાયરસે તેનું પાચમુ વર્ઝન અપગ્રેડ કર્યું છે. ભારતીય સાયબરસ્પેસમાં જુલાઇમાં તે દેખાયો તેના પછીથી તેણે આટલું અપગ્રેડેશન કર્યું છે. આ બાબતની જાણ સીઇઆરટીને જાણ કરવામા આવી છે કે એક નવા પ્રકારનો બેન્કિંગ માલવેર સોવા એન્ડ્રોઇડ ટ્રોજનનો ઉપયોગ કરીને ભારતીય યુઝરોને નિશાન બનાવી રહ્યો છે. આ માલવેરની પ્રથમ આવૃતિ અંડરગ્રાઉન્ડ માર્કેટમાં સપ્ટેમ્બર ૨૦૨૧માં વેચાવા માંડી હતી, તે યુઝરોના નામો અને પાસવર્ડોની તફડંચી કરી શકે છે, કૂકીઝની ચોરી કરી શકે છે અને અનેક એપ્સમાં ખોટા ઓરવલેઝ ઉમેરી શકે છે એમ આ એડવાઇઝરીમાં જણાવાયું છે. સોવા અગાઉ ઘણા દેશો જેવા કે અમેરિકા, રશિયા અને સ્પેનના યુઝરોને નિશાન બનાવી ચુક્યો છે પણ જુલાઇ ૨૦૨૨માં તે અન્ય પણ ઘણા દેશોમાં દેખાયો છે જેમાં ભારતનો પણ સમાવેશ થઇ જાય છે.

ડિવાઇસ પર ઇન્સ્ટોલ તમામ એપ્સની યાદી થ્રેટ એક્ટરને મોકલે છે
માર્ગદર્શિકામાં જણાવ્યા પ્રમાણે આ માલવેરનું લેટેસ્ટ વર્ઝન પોતાને બનાવટી એન્ડ્રોઇડ એપ્લિકેશનોના રૂપ હેઠળ સંતાડી શકે છે. તે કેટલાક લોકપ્રિય કાયદેસરના એપ્સ જેવા કે ક્રોમ, એમેઝોન, એનએફટી પ્લેટફોર્મ જેવા લોગો ધરાવે છે અને યુઝરો ભૂલથી તેમને ઇન્સ્ટોલ કરી દઇ શકે છે. તે ફિશિંગ હુમલાઓ વડે પણ ફેલાયો છે. એક વાર બનાવટી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ થઇ જાય તે પછી તે ડિવાઇસ પર ઇન્સ્ટોલ તમામ એપ્સની યાદી થ્રેટ એક્ટરને મોકલે છે. આ વાયરસને એવી રીતે વિકસાવવામાં આવ્યો છે કે તે વળતા પગલાઓ લેવામાં આવે ત્યારે તેમની સામે રક્ષિત રહી શકે છે. જેમ કે યુઝર તેને અનઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કરે તો તે ફરીથી હોમ સ્ક્રીન પર એવા નાના પોપઅપ સાથે આવી જાય છે કે ધીસ એપ ઇઝ સિક્યોર્ડ.

Most Popular

To Top