National

સંસદ કેન્ટિનની નવી સૂચિ: શાકાહારી પ્લેટ 100, 700માં નોન-વેજ , અહીં જુઓ નવું મેનૂ

સંસદનું બજેટ સત્ર 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. આ પહેલા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મોટો નિર્ણય (BIG STATEMENT) લીધો છે અને સંસદની કેન્ટિન (Parliament Canteens) પર મળતી સબસિડીને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. આ સાથે નવી યાદી (New List of) પણ બહાર પાડવામાં આવી છે. હવે 100 રૂપિયાની શાકાહારી પ્લેટ (Vegetarian Plate 100) અને 700 રૂપિયામાં નોન-વેજ (Non-Veg in 700) બફેટ લંચ સંસદની કેન્ટિનમાં મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે સંસદની કેન્ટીનમાંથી સબસિડીને રદ કરવાની માંગ સતત વધી રહી હતી. જેથી પણ આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સંસદ કેન્ટિનની નવી સૂચિ પર એક નજર:

જો તમે નવી દરની સૂચિ પર નજર નાખો તો સંસદની કેન્ટીનમાં સસ્તી ચપાટી બાકી છે, જેની કિંમત ત્રણ રૂપિયા છે. અને રોસ્ટેડ પાપડ સાથે તંદુરી રોટી 5 રૂપિયા છે. બાકી તમામ વસ્તુના રેતમાં પ્રમાણમાં વધારો થયો છે. સાથે જ જો તમારે વેજ બફેટ લન્ચ માટે 500 અને નોનવેજ -બફેટ લંચ માટે 700 રૂપિયા ખર્ચ કરવા પડશે. અને આ સિવાય હવે ગુજરાથી થાળી 100 રૂપિયા, ચિકન બિરયાની 100 રૂપિયા, ચિકન કરી 75 રૂપિયા, પ્લેન ડોસા 30 રૂપિયા, મટન બિરયાની 150 રૂપિયામાં મળશે. હવે તમારે વેજીટેબલ પકોડા માટે પણ 50 રૂપિયા ખર્ચ કરવા પડશે.

અગાઉ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કેન્ટીનમાંથી સબસિડી (SUBSIDY) ખતમ કરવાની માહિતી આપી હતી અને કહ્યું હતું કે સાંસદ અને અન્ય લોકોને મળતી સબસિડી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાલો તમને જણાવી દઈએ કે લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટી (BUSINESS ADVISORY COMMITTEE)માં તમામ પક્ષના સભ્યોએ એક અભિપ્રાય રચ્યો હતો અને તેને નાબૂદ કરવા સંમત થયા હતા. હવે કેન્ટીનમાં ઉપલબ્ધ ખોરાક ચોક્કસ કિંમતે મળશે. 

દર વર્ષે સંસદની કેન્ટીનમાં વાર્ષિક (ANNUAL) રૂ. 17 કરોડની સબસિડી આપવામાં આવતી હતી. 2017-18માં, એક આરટીઆઈએ સંસદની દરની સૂચિ જાહેર કરી, જે મુજબ સંસદની કેન્ટીનમાં ચિકન કરી 50 રૂપિયા અને વેજ થાળીના 35 રૂપિયા આપવામાં આવે છે. જેમાં પણ ત્રણ કોર્સ લંચની કિંમત લગભગ 106 રૂપિયા હતી. આટલું જ નહીં, દક્ષિણ ભારતીય ખાદ્યમાં, સાદા ડોસા સાંસદોને માત્ર 12 રૂપિયા મળતા હતા. જે હવે સાંસદોએ સામાન્ય કિંમત પ્રમાણે ખિસ્સું ખાલી કરવું પડશે.

29 જાન્યુઆરીએ શરૂ થતા સંસદ સત્ર દરમિયાન રાજ્યસભા સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી અને લોકસભા સાંજના 4 થી 8 વાગ્યા સુધી કાર્યવાહી કરશે. 

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top