National

ભાડાના ઘરમાં રહેતા લોકો માટે સરકારે બનાવ્યો નવો કાયદો, જાણો વિગત

કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં મોડલ ટેનન્સી એક્ટ ( Model Tenancy Act) એટલે કે આદર્શ ભાડૂત કાયદાને મંજૂરી આપી દીધી છે. આ કાયદામાં મકાનમાલિક અને ભાડુઆત બંનેના હિતોની જોગવાઈ છે. તેના સંબંધિત વિવાદનો નિકાલ લાવવા ઓથોરિટી કે અલગ કોર્ટ બનાવવાનો પણ પ્રસ્તાવ છે.

નવા કાયદાના પ્રસ્તાવ અનુસાર મકાનમાલિક ( landlord) ભાડુઆત પાસેથી 2 મહિનાથી વધુનું એડવાન્સ ભાડું ( advance rent) નહીં લઈ શકે. જો ભાડું નહીં મળે કે પછી ભાડુઆત મકાન ખાલી ન કરે તો મકાનમાલિક 2થી 4 ગણું ભાડું વસૂલી શકશે. સરકાર અનુસાર તેનાથી દેશભરમાં ભાડેથી મકાન આપવાની વર્તમાન વ્યવસ્થામાં ધરમૂળ પરિવર્તન કરવામાં મદદ મળશે અને ભાડાનો બિઝનેસ તેજી પકડશે.

વડાપ્રધાન મોદી ( pm modi) ના વડપણ હેઠળની બેઠકમાં કેબિનેટને આ કાયદાને મંજૂરી આપી હતી. હવે તે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલાશે. તે પ્રમાણે તે તેમના ભાડૂત કાયદામાં પરિવર્તન કે સુધારો કરી શકશે. સરકારે પહેલીવાર 2019માં આ કાયદાનો મુસદ્દો જારી કર્યો હતો. તેનો ઉદ્દેશ્ય ભાડુઆત અને સંપત્તિ માલિકો વચ્ચે જવાબદેહી સ્પષ્ટ કરવાનો છે અને બંને વચ્ચે ભરોસાને કાયમ કરવાનો છે.

નવા કાયદાના ફાયદા
ભાડૂઆત કાયદાનો ઇરાદો દેશમાં એક વિવિધતાપૂર્ણ, ટકાઉ અને સમાવેશી ભાડા માટે આવાસીય બજારની રચના કરવાનો છે. તેનાથી દરેક આવક વર્ગના લોકો માટે પૂરતી સંખ્યામાં ભાડા માટે આવાસી એકમનો ભંડાર બનાવવામાં મદદ મળશે અને બેઘર થવાની સમસ્યાનો ઉકેલ આવશે. નવા કાયદાથી ખાલી પડેલા ઘરોને ભાડા પર ઉપલબ્ધ કરાવી શકાશે. 

સરકારને આશા છે કે તેનાથી ભાડૂત બજારને બિઝનેસના રૂપમાં વિકસિક કરવામાં ખાનગી ભાગીદારી વધશે, જેથી રહેવાના મકાનોની ભારે કમીને દૂર કરી શકાશે. મોડલ ટેનન્સી કાયદાથી આવાસીય ભાડા વ્યવસ્થાને સંસ્થાકીય રૂપ આપવામાં મદદ મળશે. 

Most Popular

To Top