ગુજરાત ભાજપને નવા પ્રમુખ મળી ગયા છે. જગદીશ વિશ્વકર્માએ સી. આર. પાટીલની જગ્યા લઇ લીધી છે પણ ભાજપમાં કદાચ પહેલી વાર એવું બન્યું છે કે, નવા પ્રમુખ કોણ બનશે એ પહેલેથી બધાને ખબર પડી ગઇ હતી. જગદીશ વિશ્વકર્માનું નામ નક્કી છે એવું મીડિયા જાણતી હતી. એટલે કે ભાજપ હવે પ્રિડીકટેબલ થઇ ગયો છે. સામાન્ય રીતે ભાજપના ચૂંટણી ઉમેદવારથી માંડી પ્રમુખ સુધીનાં નામોની યાદી મીડિયામાં ચર્ચાતી હોય એનાથી જુદાં નામો જ જાહેર થતાં હોય છે. મોદી-અમિત શાહ આશ્ચર્ય આપવા માટે જાણીતા છે. સી.આર.પાટીલ જયારે પ્રમુખ બન્યા ત્યારે મેં ભાજપના એક પૂર્વ પ્રમુખને પૂછેલું કે, આ પસંદગી પાછળ કયું સમીકરણ બંધ બેસે છે ત્યારે એણે કહ્યું કે ભાઈ, તમે આ કે તે કોઇ પણ સમીકરણ બેસાડવા જશો, ખોટા પડશો. હવે આ યુગ ગયો.
જગદીશભાઈ નવા પ્રમુખ બન્યા અને બધા જાણતા હતા. તમે જુઓ કે વિજય રૂપાણીના આખા મંત્રીમંડળને બદલી નખાયું હતું. ભાજપના જ નહીં ભારતના કોઇ પણ પક્ષના ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું હતું. પણ જગદીશભાઈની પસંદગી પાછળ કારણો સ્પષ્ટ છે. કોંગ્રેસે ઓબીસીમાંથી પ્રમુખ બનાવ્યા એટલે ભાજપે એવો નિર્ણય લીધો કે ઉપરાંત પહેલી વાર મુખ્યમંત્રી અને ભાજપના પ્રમુખ અમદાવાદના હોય એવું બન્યું છે. ઓબીસી વોટ બેંક મજબૂત કરવી એવો વિચાર અને એનો અમલ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આ રીતે પટેલોનું કદ થોડું ઘટાડયું હતું.
નવા પ્રમુખથી વાત પડાવાની નથી. સી.આર. પાટીલના કાર્યકાળમાં ભાજપે પહેલી વાર 157 બેઠકો મેળવી. પાટીલ પછી કેન્દ્રીય મંત્રી બન્યા. પણ લાગ્યું કે, પાટીલ હવે બહુ મોટા થતા જાય છે. એટલે એમનું કદ થોડું નાનું કરવાનો પણ આ પ્રયાસ છે. પાટીલની કામ કરવાની પદ્ધતિ વિવાદિત પણ હતી અને હજુ ઘણા નવા બદલાવ જોવા મળશે. મંત્રી મંડળનું વિસ્તરણ બાકી છે. પાટીલે વિદાય વેળાએ કહ્યું કે, સહકારી ક્ષેત્રમાં મેન્ડેટનો વિરોધ થયો પણ અમિત શાહ રાજકોટ વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા આયોજિત રાજકોટ જિલ્લા બેંકના કાર્યક્રમમાં આવ્યા એ ઘણું કહી જાય છે. સૌરાષ્ટ્રમાં ‘આપ’ના ગોપાલ ઇટાલિયા વાયુવેગે પ્રવાસ પ્રચાર કરે છે. એ સામે જયેશ રાદડિયા સારો વિકલ્પ છે એમ ભાજપમાં માનનારા ઓછા નથી. રાદડિયા ફરી કેબિનેટ મિનીસ્ટર બને એ નક્કી છે. મંત્રીમંડળમાં કોણ પડતું મૂકાય છે. કોને જગા મળે છે એના પર નજર રહેવાની પણ ગુજરાત ભાજપમાં બદલાવનો એક નવો દોર શરૂ થયો છે. મહાપાલિકાઓની ચૂંટણી આવતા વર્ષે છે અને પછી વિધાનસભા ચૂંટણી એની અત્યારથી તૈયારી શરૂ થઇ ગઇ છે.
છત્તીસગઢમાં ગૌમાતા, રાજ્ય માતા
મહારાષ્ટ્ર પછી ભાજપશાસિત બીજા રાજ્ય છત્તીસગઢમાં પણ ગાયને રાજયમાતાનો દરજ્જો અપાયો છે. મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બર-2024માં આવો દરજ્જો અપાયો હતો. બાગેશ્વરધામ ફેઇમ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાના છેડે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સામે આ જાહેરાત કરી. હવે એની પ્રક્રિયા હાથ ધરાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ મુખ્યમંત્રીને આ માટે આગ્રહ કર્યો હતો. હવે કેબિનેટમાં આ માટે પ્રસ્તાવ મૂકાશે.
જો કે, ગૌમાતા રાજ્યમાતાનો દરજ્જો મળતાં ગાયોની સ્થિતિ સુધરી જાય એવું માનવાને કોઇ કારણ નથી. ગુજરાતમાં ઘણા સમયથી ગૌપ્રેમીઓ ગાય પરની સબસીડી વધારવા પ્રયાસો કરે છે પણ રાજ્ય સરકાર માત્ર ઘણાં વચન આપે છે અને સબસીડી વધવાથી કોઇ મોટો આર્થિક બોઝ આવે એમ નથી. મહારાષ્ટ્ર સહિતનાં કેટલાંક રાજ્યોએ સબસીડી વધારી પણ છે. છત્તીસગઢ પણ આ દિશામાં પગલાં લેશે એવી આશા વધુ પડતી નથી.
શિવસેનાનું ચિન્હ કોને મળશે?
મહારાષ્ટ્રમાં શિવસેનાના જ્યારે ફાડિયા થયા એ પછી શિવસેનાનું ચિન્હ વિધાનસભા અધ્યક્ષે શિંદે જૂથને ફાળવ્યું હતું અને એ સામે ઉદ્ધવ ઠાકરે જૂથ સુપ્રીમ કોર્ટમાં ગયું. આ કેસ ઘણા સમયથી પેન્ડીંગ છે પણ આવતા વર્ષની શરૂઆતમાં જ મુંબઇ મહાપાલિકાની ચૂંટણી છે એટલે ઠાકરે જૂથે કોર્ટને વિનંતી કરી કે, મહાપાલિકા ચૂંટણી પહેલાં આ મુદ્દે આખરી નિર્ણય આપે. કોર્ટે 12 નવેમ્બર તારીખ આપી અને જરૂર પડશે તા. 13 નવેમ્બરે પણ સુનાવણી થશે. મુંબઇ મહાપાલિકાની ચૂંટણી શિવસેનાનાં બંને જૂથો માટે મહત્ત્વની છે. ગઇ ચૂંટણીમાં શિંદે જૂથને 57, ભાજપને 132, અજીત પવાર જૂથને 41 બેઠક મળી હતી પણ આ વેળા ચિત્ર જૂદું છે. ઉદ્ધવ અને રાજ ઠાકરેએ હાથ મિલાવ્યા છે અને એમાં જો પક્ષનું ચિન્હ ઠાકરે જૂથને મળે તો શિંદે જૂથને ફટકો પડી શકે. કોર્ટનો ચુકાદો મહત્ત્વનો બનશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.