Charchapatra

લિવ ઇનમાં નવો ફતવો

દેશમાં લિવ ઇનના સંબંધો વધ્યા છે જે સરકારે પણ નોંધ્યું જ છે ત્યારે સરકારે તેના પર ગંભીરતાથી વિચારીને કેટલીક જોગવાઇ કરી છે જેમાં પરસ્પરની જવાબદારીઓ, સંપત્તિનો વિવાદ, સંતાનની ઉત્પત્તિ કે વારસાઇ અંગેની જોગવાઇ સાથે એક નવો ફતવો બહાર પડયો તે એ કે લિવ ઇનમાં રહેવા માંગતાં લોકોએ તેનાં મમ્મી પપ્પાની મંજૂરી લેવી પડશે. આજનો વર્ગ જવાબદારી લીધા વિના સુખ મેળવવા માંગે છે. તે બંને પક્ષે એકસરખું જ છે ત્યારે જો માતા પિતા સંમતિ આપે ને તો પણ લગ્ન કર્યા વગર સાથે રહેવા એટલે કે લિવ ઇનમાં ઇચ્છે તેવો એક વર્ગ ફૂલતો ફાલતો જાય છે. કેટલાક કિસ્સાઓમાં તો માતા પિતા સંમતિ નથી આપવાના તે નક્કી જ હોય છે તેથી જ લિવ ઇનની શરતો અને કાયદા ઘડવા પડયા. ત્યાં વળી માતા પિતાની સંમતિનો તો પ્રશ્ન કયાં આવે છે? લિવ ઇનમાં રહેવા ઇચ્છતાં કપલે માતા પિતાની સંમતિ સાથે દિન-30માં તેનું રજીસ્ટ્રેશન પણ કરાવવાનું રહેશે. વ.વ. ખરેખર તો લિવ ઇનમાં રહેનારાંઓને તેની ગંભીરતા અને ભવિષ્યના ઉપસ્થિત થનાર પ્રશ્નોની ખૂબ સારી રીતે જાણકારી હોય છે ત્યારે તેઓ તેમના લિવ ઇનના કરારમાં પરસ્પરની જવાબદારીઓ, માલમિલકત અને હયાત બાળકો કે ઉત્પન્ન થનાર સંતાનો માટેના પ્રશ્નોનો દૂરંદેશીથી વિચાર કરી તે અંગેનો કરાર રજીસ્ટ્રેશન કરાવે તો સરકારને આ બાબતે કંઇ જ કરવાનું રહેતું નથી તેમ છતાં સરકાર આ લોકો માટે સહાનુભૂતિ હોય તો નિયત ફોર્મ પ્રસિધ્ધ કરે અને તેમાં રહેલ દરેક કોલમની વિગતો પુરાવાઓ સહિત રજૂ કરે તો સરકારને વિશેષ કંઇ કરવાનું રહેશે નહીં.
સુરત              – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top