ગોધરા: ગુજરાત પ્રદેશ ભાજપ ધ્વારા ગુરુવારે બપોરે સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી.જેમાં પંચમહાલ જીલ્લા પંચાયત ની ૩૮ બેઠકો ના ઉમેદવાર તેમજ તાલુકા પંચાયત ના ૩૪ અને ગોધરા અને શહેરા નગરપાલિકા ના ઉમેદવારો ના નામોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં યુવાન ચેહરા સાથે અડધા ઉપરાંત જુના જોગીઓને પણ રીપીટ કરાયા છે.
પંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા ભાજપમાં દાવેદારો નો રાફડો ફાટી નીકળ્યો હતો.જીલ્લા તાલુકા અને નગરપાલિકાઓની બેઠક માટે આજે બપોરે ઉમેદવારો ની યાદી જાહેર કરતા કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો હતો. પંચમહાલ જીલ્લા પંચાયત ની ૩૮ બેઠકો માટે ઉમેદવાર જાહેર કરાયા છે.સાથે ગોધરા અને શહેરા નગરપાલિકા મળી સાત તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવતા કોંગ્રેસની ઉંધ હરામ થઈ ગઈ છે.તો બીજી બાજુ કોંગ્રેસે પોતાના ઉમેદવારોને ટેલીફોનિક જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભાજપે ગોધરા નગરપાલિકાના છ વોર્ડ માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં ગોધરા નગરપાલિકાના ૧૧ વોર્ડની ૪૪ બેઠકો પૈકી ભાજપ દ્વારા દર વખતે છ વોર્ડમાં ટીકીટ ની ફાળવણી કરવામાં આવે છે વોર્ડ ૧.૨ ૩.૪.૫. અને ૧૧ ના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.જેમાં આઠ તત્કાલીન સભ્યો, બે પૂર્વ સભ્ય અને બે પુર્વ પ્રમુખ ના પુત્રને ટિકિટ ફાળવવામાં આવી છે.ભાજપે આ ચૂંટણીમાં નવા ૧૨ નવા ચહેરાને ટીકીટ આપી છે.
જૂના સભ્યોને રીપિટ કરવા ભાજપની મજબુરી
ભાજપ દ્વારા નીતિ નિયમો નેવે મૂકી મજબૂરી ને વશ થઈ અનેક વોર્ડ માં જૂના સભ્યો રિપીટ કરી ખુદ ભાજપ ની એક યા બીજી રીત ની મજબૂરી આજે યાદી બહાર પડ્યા પછી ખુલ્લી થઈ હતી.ખુદ ભાજપ ના પ્રભારી તથા ઉપરી પદાધિકારી ઈચ્છતા ના હોવા છતાં મને ક મને જુના જોગીઓ ના છોકરાઓ અને સગાઓ ને મજબૂરી થી ટીકીટ(મેન્ડેટ) આપ્યા હોવાનું આજે ગોધરા શહેર માં ચર્ચાતું હતું.ગંગારામ હરવાણી ના પુત્ર અને મુરલી મુલચંદાણી ના પુત્ર સહિત અનેક લોકો ના સગાવાદ ચલાવવા આજે ભાજપ મજબુર બન્યું હોવાનું યાદી બહાર પડ્યા બાદ ફલિત થયું હતું.ત્યારે ક્યાં સુધી ભાજપ નાણાં ની થેલી કે સગાવાદ ને વશ થશે તેવા અનેક સવાલો આજે ગોધરા શહેર ના પ્રજાજનો માં ઉઠવા પામ્યા છે.
ભાજપ, ‘કહી ખુશી કહી ગમ’ નો માહોલ જોવા મળ્યો
ગોધરા નગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વહાલા દવલા ની નીતિ અપનાવતા ટીકીટ ફાળવણી માં કહી ખુશી કહી ગમ નો માહોલ સર્જાયો હતો.ચાલુ કાઉન્સિલરો ના દબાણ નીતિ ને વશ થઈ ખુદ ભાજપ પક્ષ શરણે થઈ જતા આ વખતે સગાવાદ પણ ભાજપ દ્વારા ચાલ્યો હોવાનું યાદી બહાર આવતા ફલિત થયું છે.જેમાં વોર્ડ નંબર-૧ ના હંસાબેન વાઘેલા અને સુનિલભાઈ લાલવાણી જૂનો ચહેરો,વોર્ડ-૨ માં સવિતાબેન બુજ,વર્ષાબેન ઠાકર જુના ચહેરા તેમજ પૂર્વ પ્રમુખ મુરલી મુલચંદાણી ના પુત્ર કશ્યપ ને ટિકીટ ની લહાણી કરાઈ.જ્યારે વોર્ડ-૩ માં ઉમાબેન પટેલ તથા પૂર્વ પ્રમુખ ગંગારામ હરવાણી ના પુત્ર જય પ્રકાશ ને મેન્ડેટ ફાળવાયો છે.ત્યારે વોર્ડ-૪ માં ભારતીબેન પટેલ,વોર્ડ -૫ અમિષાબેન શાહ રિપીટ કરવામાં આવ્યા.જ્યારે વોર્ડ-૧૧ માં ગૌરીબેન જોશી,જયેશ ચૌહાણ,નિમ્મી નીરજ પરીખ ને રિપીટ કરી વહાલા દવલા ની નીતિ અખત્યાર કરી હોય તેમ નગરજનો માં ભારે ચર્ચા ચાલુ રહી હતી.