વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારના ત્રીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. વડાપ્રધાનના નિવાસસ્થાને આયોજિત આ બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ અને એચડી કુમારસ્વામી સહિત તમામ કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા. અમિત શાહને ગૃહ મંત્રી, રાજનાથ સિંહને રક્ષા મંત્રી, નિતીન ગડકરીને સડક પરિવહન મંત્રી, એસ જયશંકરને વિદેશ મંત્રી તેમજ નિર્મલા સીતારમણને વિત્ત મંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા હતા. અશ્વિની વૈષ્ણવને રેલવે મંત્રાલય ઉપરાંત સૂચના અને પ્રસારણ મંત્રી બનાવાયા હતા. આ ઉપરાંત મનોહરલાલ ખટ્ટરને શહેરી વિકાસ મંત્રાલય તેમજ ઉર્જા વિભાગ આપવામાં આવ્યું છે. જ્યારે શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ મંત્રી તેમજ ગ્રામિણ વિકાસ મંત્રી બનાવાયા છે.
નિતીન ગડકરીને ફરી સડક પરિવહન મંત્રાલય આપવામાં આવ્યો છે. અજય ટમ્ટા અને હર્ષ મલહોત્રાને આ જ વિભાગમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. વિદેશમંત્રી તરીકેની જવાબદારી ફરી એસ જયશંકરને આપવામાં આવી છે. મનોહરલાલ ખટ્ટરને શહેરી વિકાસ મંત્રાલય અને ઉર્જા વિભાગ આપવામાં આવ્યું છે. અશ્વિનિ વૈષ્ણવ સૂચના અને પ્રસારણ મંત્રી હશે.
- જાણો કોને કયા વિભાગો મળ્યા..
- ગૃહ મંત્રી- અમિત શાહ
- રક્ષા મંત્રી- રાજનાથ સિંહ
- સડક પરિવહન મંત્રી- નિતીન ગડકરી
- વિદેશ મંત્રી- એસ જયશંકર
- શિક્ષા મંત્રી- ધર્મેન્દ્ર પ્રધાન
- વિત્ત મંત્રી- નિર્મલા સીતારમન
- કોર્પોરેટ અફેર્સ મંત્રી- નિર્મલા સીતારમન
- રેલવે મંત્રી- અશ્વિની વૈષ્ણવ
- સૂચના અને પ્રસારણ મંત્રી- અશ્વિની વૈષ્ણવ
- હેલ્થ મિનિસ્ટર- જે.પી નડ્ડા
- વાણિજ્ય મંત્રી- પિયૂષ ગોયલ
- શહેરી વિકાસ મંત્રાલય- મનોહરલાલ ખટ્ટર
- ઉર્જા વિભાગ- મનોહરલાલ ખટ્ટર
- કૃષિ મંત્રી- શિવરાજસિંહ ચૌહાણ
- ગ્રામિણ વિકાસ મંત્રી- શિવરાજસિંહ ચૌહાણ
- જળ શક્તિ મંત્રી- સી આર પાટિલ
- મિનિસ્ટર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી- પિયૂષ ગોયલ
- શિક્ષા મંત્રી- ધર્મેન્દ્ર પ્રધાન
- MSME મિનિસ્ટર- જીતનરામ માંઝી
- મિનિસ્ટર ઓફ પાર્લામેન્ટ અફેર્સ- કિરન રિજજુ
- પર્યાવરણ મંત્રી- ભૂપેન્દ્ર યાદવ
- નાગરિક ઉડ્ડયન મંત્રી- રામમોહન નાયડુ
- ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટર- ચિરાગ પાસવાન
- સંસ્કૃતિ મંત્રી- ગજેન્દ્રસિંહ શેખાવત
- પેટ્રોલિયમ મંત્રી- હરદીપ સિંહ પુરી
- યુવા કલ્યાણ રમત ગમત મંત્રી- મનસુખ માંડવિયા
- શ્રમ મંત્રી- મનસુખ માંડવિયા
- ટેલિકોમ મિનિસ્ટર- જ્યોતિરાદિત્ય સિંધિયા
- મહિલા અને બાલવિકાસ- અન્નપૂર્ણા દેવી
- ટેક્સટાઈલ મિનિસ્ટર- ગિરિરાજ સિંહ
- સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી- સુરેશ ગોપી
કેબિનેટ મિટીંગ પહેલા PMOમાં કર્મચારીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આગામી વર્ષોમાં આપણે વૈશ્વિક માપદંડોથી આગળ વધીને કામ કરવાનું છે. તેમણે કહ્યું કે આપણે આપણા દેશને ત્યાં લઈ જવાનો છે જ્યાં કોઈ પહોંચ્યું નથી. દરમિયાન મોદી સરકારના નવનિયુક્ત મંત્રીઓ વચ્ચે વિભાગોના વિભાજનને લઈને સાંજ સુધી સસ્પેન્સ યથાવત રહ્યું હતું. કેબિનેટની પ્રથમ બેઠક બાદ મોડી સાંજ સુધીમાં મંત્રીઓ વચ્ચે વિભાગોના વિભાજનને લગતી જાહેરાત થવાની ધારણા છે.
વડા પ્રધાને કહ્યું કે ભારત સરકારના કર્મચારીઓ પણ આ જીતના હકદાર છે જેમણે પોતાની જાતને એક વિઝનમાં સમર્પિત કરવામાં કોઈ કસર છોડી નથી. આ ચૂંટણીઓ દરેક સરકારી કર્મચારીના 10 વર્ષ સુધીના પ્રયાસોને મોહર લગાવે છે. તમે લોકો આ વિજયના સાચા હકદાર લોકો છો. તેમણે કહ્યું કે શરૂઆતથી જ મારો પ્રયાસ રહ્યો છે કે પીએમઓ સેવાનું પ્રતિષ્ઠાન અને પીપલ્સ પીએમઓ (પીપલ્સ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ) બને. સરકાર એટલે તાકાત, સમર્પણ અને સંકલ્પોની નવી ઉર્જા. અમારી ટીમ માટે ન તો સમયનું કોઈ નિયંત્રણ છે ન તો વિચારવાની મર્યાદાઓ છે કે ન તો પ્રયત્નો માટે કોઈ નિશ્ચિત માપદંડ છે.
પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા મકાનો બનાવવામાં આવશે
મોદી સરકાર 3.0ની પ્રથમ કેબિનેટ બેઠક દરમિયાન આવાસ યોજના સાથે જોડાયેલી મોટી જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટે પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ મકાનોના નિર્માણને મંજૂરી આપી દીધી છે. યોજના હેઠળ બનેલા તમામ ઘરોમાં એલપીજી અને વીજળી જોડાણ હશે. આ મકાનો ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બાંધવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટની આજની બેઠકમાં પીએમ આવાસ યોજના હેઠળ ઘરોના નિર્માણ માટે ત્રણ કરોડ ગ્રામીણ અને શહેરી પરિવારોને સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.