નવી દિલ્હી : (New Delhi) ક્રાઇમ કરવા માટે જાણે રાજધાની દિલ્હી ઉપર મોહર લાગી ગઈ હોઈ તેવું હવે લાગી રહ્યું છે. ફરી એક વાર કંઝાવલા (Kanzwala) જેવી ઘટના ગુરુગ્રામમાં (Gurugram) બની છે. એક તેજ રફ્તારથી દોડતી એક કારે (Car) મોટરસાયકલને (Motorcycle) ટક્કર મારી હતી અને પછી આ કર ચાલક મોટરસાયકલને 4 કિલોમીટર જેટલી ઢસડીને લઇ ગઈ હટતી. હ્રદયદ્રાવક એવી આ ઘટનાના વિડીયો સોશિઅલ મીડિયા ઉપર વાયરલ થયા છે.કારની નીચે બાઇક ફસાઇ જતાં બંને બાઇક સવારો નીચે પટકાયા હતા.જોકે બાઈક ઉપર સવાર બેને સવારો ફંગોળાઈ જતા તેમને ઇજાઓ થઈ હતી પરંતુ તેઓ બચી ગયા હતા લાંબો સમય ચાલ્યા બાદ બાઇક ખાડામાં ફસાઇ જતાં ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. માહિતી મળ્યા બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.
- હ્રદયદ્રાવક એવી આ ઘટનાના વિડીયો સોશિઅલ મીડિયા ઉપર વાયરલ થયા
- બાઇક વાહનના આગળના બમ્પરમાં ફસાઇ ગઈ,ચાલકોને સામાન્ય ઇજાઓ થઇ
- કાર ચાલક આરોપી બાઇકને લગભગ ચાર કિલોમીટર સુધી ખેંચી ગયો હતો
બાઇક વાહનના આગળના બમ્પરમાં ફસાઇ ગઈ,ચાલકોને સામાન્ય ઇજાઓ થઇ
ઘટના અંગે પ્રાપ્ત જાણકરી અનુસાર રિઠોજ ગામના રહેવાસી રોહિત અને ઋત્વિક બુધવારે મોડી સાંજે બાઇક પર બેસીને તેમની કંપનીમાંથી રિઠોજ ગામ જઈ રહ્યા હતા. જ્યારે તે સેક્ટર-62થી ગોલ્ફ કોર્સ એક્સટેન્શન રોડ પર પહોંચ્યો ત્યારે એક કારે તેની બાઇકને ટક્કર મારી હતી. ટક્કર થતાં જ બંને બાઇક પરથી નીચે પડી ગયા હતા. બાઇક વાહનના આગળના બમ્પરમાં ફસાઇ જતાં તેને સામાન્ય ઇજાઓ થઇ હતી.
નવાઈની વાત તો એ છે કે કારનો ચાલક કાર રોકવાને બદલે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ પછી બાઇક રસ્તા પર ઘસતી રહી અને તણખલા વધતા રહ્યા.
આરોપી બાઇકને લગભગ ચાર કિલોમીટર સુધી ખેંચી ગયો હતો
ઉલ્લેકખનીય છે કે આરોપી બાઇકને લગભગ ચાર કિલોમીટર સુધી ખેંચી ગયો હતો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આરોપી ડ્રાઈવર નશાની હાલતમાં હતો. આ ઘટના અંગે સેક્ટર-65 પોલીસ સ્ટેશને ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. વાહન નંબરના આધારે આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે. આ મામલો ઘણો ગંભીર છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ પોલીસ સૂત્રોએ જણવ્યું છે .