National

કંઝાવલા કેસમાં નવો ખુલાસો : હોટલમાં અંજલિ-નિધિ વચ્ચે થઇ હતી મારપીટ,જાણો કોણે કહી આ હકીકત

નવી દિલ્હી : નવી દિલ્હીના (New Delhi) ચકચારીત કંઝાવલા કેસમાં (Kanjawala case) રોજેરોજ નાટકીય વણાંકો સામે આવી રહ્યા છે. આથી પહેલા અંજલિની મિત્ર નિધિએ કેસને ચકરડીએ ચઢવવતું સ્ટેટમેન્ટ (Statement) આપ્યું હતું. અને હવે આ જ કેસમાં પીડિતાના એક અન્ય મિત્રએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેને આ કેસમાં તેનું નિવેદન આપ્યું હતું કે હોટલમાં તે દિવસે નિધિ અંજલિ અંજલિ વચ્ચે હાથાપાઈ થઇ હતી.બન્ને વચ્ચે આ ઘટના બની ત્યારે આ મિત્ર પણ તે સમયે હોટલમાં હાજર હતો તેને આ હકીકત અહીંને હવે બધાને ચોંકાવી દીધા છે.

તે દિવસે અંજલી અને નિધિ વચ્ચે થયો હતો ઝગડો
અંજલિના અન્ય મિત્રએ આ કેસમાં નવો ખુલાસો કર્યો છે. તેના કહેવા મુજબ, અંજલિએ તે દિવસે મને ફોન કર્યો હતો અને મને તે હોટલમાં બોલાવ્યો હતો. જોકે હું ગયો ન હતો તેથી તેણે એક યુવકને બોલાવવા મોકલ્યો હતો તે પણ અમારો મિત્ર હતો. હું તેની સાથે વાત કરતો ન હતો ત્યાં બે રૂમ બુક હતા. અમારા કેટલાક મિત્રો એક રૂમમાં હાજર હતા અંજલિ અને નિધિ એક રૂમમાં હાજર હતા તેઓ બધા બીયર પી રહ્યા હતા પછી નિધિ અને અંજલિ વચ્ચે લડાઈ શરૂ થઈ નિધિ અને અંજલિની લડાઈ પૈસાને લઈને હતી. નિધિ અંજલિ પાસે તેના પૈસાની માંગણી કરતી હતી. તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી જે બાદ અંજલિ લગભગ 1:30 વાગ્યાની આસપાસ જતી રહી હતી હું ત્યાંથી પછી થોડી વાર રહીને ગયો હતો. બીજા દિવસે મને મીડિયા દ્વારા અંજલિના મૃત્યુની જાણ થઈ હતી.

નિધિની વધારે પડતી મુશ્કેલીમાં હતી
હવે અંજિલના આ મિત્રના દાવાઓ કરાઈ રહ્યા છે તે મુજબ નિધિને વધુ શંકાના દાયરામાં લાવે છે. આ સમયે પોલીસ નિધિને ઉલટ ફેર કરતા સવાલો કરી રહી છે. તેના ઘણા દાવાઓ અંગે હજુ પણ મૂંઝવણ ચાલુ છે. આવી અનેક બાબતો પણ સામે આવી છે જે તેના ઈરાદાઓને શંકાના દાયરા માં મૂકી રહી છે. તમને જણાવી દઈએ કે નિધિએ દાવો કર્યો હતો કે અંજલિ દારૂ પીને સ્કૂટી ચલાવી રહી હતી. તેણી ભારે નશામાં હતી. એવું પણ કહેવાય છે કે એક વખત બંને ટ્રક સાથે અથડાતા બચી ગયા હતા. આ સિવાય નિધિએ એમ પણ કહ્યું હતું કે તે અંજલિના કોઈ મિત્રને ઓળખતી નથી. તે 15 દિવસ પહેલા જ અંજલિને મળી હતી.

નિધિએ આ કેસમાં શું દવા કર્યા હતા
નિધિએ કરેલા બધા દાવાઓ હવે તેના પર જ ભારે પડી રહ્યા છે. અંજલિની માતા કહે છે કે તેણે ક્યારેય નિધિને જોઈ નથી. અંજલિના આવા કોઈ મિત્ર વિશે તેને કોઈ માહિતી નહોતી. એવું પણ પૂછવામાં આવ્યું છે કે જો નિધિ અંજલિની મિત્ર હતી તો તેણે કેમ તેની મદદ ન કરી ? તેને એકલી છોડીને તે કેવી રીતે ભાગી ગઈ? તો આ તરફ અંજલિના ફેમિલી ડોક્ટરે કહ્યું છે કે અંજલિના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં દારૂના કોઈ નમૂના મળ્યા નથી આમ અંજલિનો પહેલો દાવો ખોટો સાબિત થયો છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ પણ માને છે કે પોલીસે નિધિની કડક પૂછપરછ કરવી જોઈએ.

ઘટનાના નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા તેજ ગતિએ જઈ રહી હતી
આ ઘટનામાં નવા સીસીટીવીમાં ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં જણાઈ આવતી તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે અકસ્માત બાદ આરોપીની કાર તેજ રરફ્તારથી દોડવી હતી. કહેવાય છે કે કારની સ્પીડ 100 કિમીથી વધુ હતી. જે જગ્યાએ કારની તસવીર CCTVમાં કેદ થઈ છે ત્યાં રસ્તાઓ પણ તૂટેલા છે. તેમ છતાં કારની સ્પીડ ઓછી થઈ નથી. તમને જણાવી દઈએ કે, કંઝાવલા વિસ્તારમાં કારને ટક્કર માર્યા બાદ તેને ઘણી દૂર સુધી ખેંચવામાં આવી હતી, જેના કારણે બાળકીનું મોત થયું હતું.

Most Popular

To Top