National

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા: 5.9ની તીવ્રતા, ભયનો માહોલ,લોકો ઘર અને ઓફિસમાંથી બહાર આવ્યા

નવી દિલ્હી : (New Delhi) ગુરુવારે સાંજના સમયે દિલ્હી-NCRમાં ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. ભૂકંપના સિસ્ટમમાં થયેલી નોંધણી અનુસાર તેનું કેન્દ્ર બિંદુ (Center Point) અફઘાનિસ્તાનમાં ફૈઝાબાદ પાસે હોવાઉ જાણવા મળ્યું છે. અને રિક્ટર સ્કેલ (Richter Scale) પર તેની તીવ્રતા 5.9 નોંધાઈ હતી ગુરુવારે સાંજના સમય 7.55 વાગ્યે નોંધવામાં આવ્યો હતો. હાલમાં ભૂકંપના અનુભવાયેલા ઝાટકાના અનુસંધાનઆ કોઈ પણ પ્રકારના નુકસાનની કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી.

લોકો ગભરાઈને પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર આવી ગયા
સાંજના સમેયે અનુભવાયેલા ભૂકંપના આંચકા બાદ લોકો ગભરાઈને પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર આવી ગયા હતા. દિલ્હીને અડીને આવેલા નોઈડા, ફરીદાબાદ અને ગુરુગ્રામમાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. આ સિવાય જમ્મુ-કાશ્મીરના સાંબા, કઠુઆ, ડોડા, ઉધમપુર, જમ્મુ, કટરા અને શ્રીનગરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

નવા વર્ષના પ્રથમ દિવસે ભૂકંપ પણ આવ્યો હતો
અગાઉ પણ નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પરંતુ ત્યારે તેની તીવ્રતા માત્ર 3.8 હતી. 1 જાન્યુઆરીએ હરિયાણામાં બપોરે 1:19 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

દર વર્ષે વિશ્વમાં લગભગ 20 હજાર ભૂકંપ આવે છે
દર વર્ષે વિશ્વમાં લગભગ 20,000 ભૂકંપ આવે છે. પરંતુ તેની તીવ્રતા એટલી વધારે નથી હોતી કે લોકોને ભારે નુકસાન સહન કરવું પડે. રાષ્ટ્રીય ધરતીકંપ માહિતી કેન્દ્ર આ ધરતીકંપોને રેકોર્ડ એકત્ર કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર 20 હજારમાંથી માત્ર 100 ભૂકંપ એવા છે જે નુકસાન પહોંચાડે છે. નોંધાયેલા ઇતિહાસમાં સૌથી લાંબો સમય ચાલતો ભૂકંપ હિંદ મહાસાગરમાં 2004માં આવ્યો હતો. આ ભૂકંપ 10 મિનિટ સુધી અનુભવાયો હતો.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવવો?
0 થી 1.9 સિસ્મોગ્રાફ સુધીની માહિતી ઉપલબ્ધ છે
2 થી 2.9 બહુ ઓછા કંપન જોવા મળે છે
3 થી 3.9 ભારે વાહન પસાર થયું હોય તેવું લાગે છે
4 થી 4.9 ઘરમાં રાખેલ સામાન પોતાની જગ્યાએથી નીચે પડી શકે છે.
5 થી 5.9 ભારે વસ્તુઓ અને ફર્નિચર પણ હાલી શકે છે
6 થી 6.9 બિલ્ડિંગના પાયામાં તિરાડ પડી શકે છે
7 થી 7.9 ઇમારતો પડી જાય છે
8 થી 8.9 સુનામીનું જોખમ વધુ વિનાશ
9 કે તેથી વધુ ખરાબ આપત્તિ, ધરતીનું કંપન સ્પષ્ટપણે અનુભવાશે

Most Popular

To Top