Gujarat

સિંહોને વસાવવા નવી સેન્ચ્યુરી વિકસાવવી પડશે : પરિમલ નથવાણી

ગાંધીનગર : ગીરના રક્ષિત ડંગની બહાર હવે સિંહો જઈ રહ્યા છે ત્યારે એશિયાટિક સિંહો માટે રાજય સરકારે નવી સેન્ચ્યુરી વિકસાવવી પડશે, તેમ રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું. સિહોના જતન અને સંરક્ષણ માટે સતત પ્રયન્તશીલ રહેતા નથવાણીએ તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદી તથા રાજયના વન મંત્રી મૂળૂભાઈ બેરા સાથે મહત્વની બેઠકો યોજીને સૂચનો કર્યા છે.

  • છેલ્લા બે મોટા વાવાઝોડાના પગલે ગીર જંગલ વિસ્તારમાં વૃક્ષો મોટી સંખ્યામાં નાશ પામ્યા છે

અમદાવાદમાં નથવાણીએ કહ્યું હતું કે છેલ્લા બે મોટા વાવાઝોડાના પગલે ગીર જંગ વિસ્તારમાં વૃક્ષો મોટી સંખ્યામાં નાશ પામ્યા છે ત્યારે ત્યાં મોટા પાયે વૃક્ષોનું વાવેતર થયુ નથી, એવી સ્થિતિમાં અહીં ઘાસીયા મેદાનો વિકસાવવા જોઈએ, તેવું તેમણે સૂચન કર્યુ છે. કેન્દ્ર સરકારના પ્રોજેટક લાયનનો ઝડપથી અમલ થાય તે માટે પણ તેમણે પીએમ મોદી સાથે ચર્ચા કરી છે.

તેમણે કહ્યું હતું કે મારી માહિતી મુજબ ગીરના જંગલમાં સિહોની વસ્તી 900 કરતાં પણ વધી જવા પામી છે એટલે તેમના રહેણાંક માટે નવી સેન્ચ્યુરી વસાવવી જોઈએ. પોરંબદર પાસે બરડા ડુંગર વિસ્તારમાં નવી સેન્ચ્યુ વસાવવાની કામગીરી ચાલી રહી છે.

આ ઉપરાંત બરડા વિસ્તારમાં નીલ ગાયનો પણ વધુ માત્રામાં વસવાટ થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. રાત્રીના સમયે ગીરના સિંહો કુવામાં ના પડી જાય તે માટે 7500 કૂવાઓને ફરતે ઊંચી દિવાલ બનાવવામાં આવી છે. આ ઉપરાંત તેમણે કેશોદ એરપોર્ટની લંબાઈ 300 મીટર સુધી લઈ જઈ તેનો વિકાસ કરવા પીએમ મોદી સમક્ષ રજૂઆત પણ કરી હતી.

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતમાં ગીરના એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોફી-ટેબલ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ લખ્યુ છે.તાજેતરમાં આ પુસ્તકની પ્રથમ નકલ તેમણે પીએમ નરેન્દ્ર મોદીને ભેટ આપી હતી. અગાઉ 2017માં, નથવાણી લિખિત ‘ગીર લાયન પ્રાઈડ ઓફ ગુજરાત’નું ટાઈમ્સ ગ્રુપ બુક્સે (ટીજીબી) પ્રકાશન કર્યું હતું.

“હું પોતે છેલ્લા 30 વર્ષથી ગીરની મુલાકાત લઈ રહ્યો છું. મારી પાસે આટલા વર્ષોમાં ગીરના એશિયાટિક સિંહોની લીધેલી અસંખ્ય તસવીરોનું કલેક્શન છે. આ નવું પુસ્તક ગીરના સિંહોની કેટલીક શ્રેષ્ઠતમ તસવીરોને દર્શાવનારું છે. તેનાથી માત્ર સિંહપ્રેમીઓને જ નહીં, પરંતુ વિશ્વભરના વન્યજીવસૃષ્ટિ ચાહકોને પ્રેરણા અને મદદ મળશે,” તેમ નથવાણીએ કહ્યું હતું.

Most Popular

To Top