Entertainment

શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળશે નવો ચહેરો, નવી બાવરીની એન્ટ્રીથી ચાહકો થશે ખુશ!

મુંબઈ: લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં (TMKOC) ચાહકોને ટૂંક સમયમાં એક નવું સરપ્રાઈઝ જોવા મળી શકે છે. TMKOCમાં નવી બાવરની (New Bawari) એન્ટ્રી પડવા જઈ રહી છે. બાઘાને (Bagha) એક ચિઠ્ઠી લઈ શોમાંથી ગાયબ થઈ ગયેલી બાવરી હવે શોમાં પરત ફરશે પણ તમને થતું હશે આમાં સરપ્રાઈઝ વળી શું છે, પરંતુ તમને જણાવી દઈએ કે ટીવી શોમાં બાવરી તો ફરશે જ પણ નવા ચહેરા સાથે. શોના નિર્માતા અસિત મોદીએ (Asit Modi) નવી બાવરીની જાહેરાત કરી છે. આ સમાચાર સાંભળીને TMKOCના ચાહકો ખુશ થઈ ગયા હતા.

તારક મહેતામાં નવો વળાંક
તારક મહેતાના નિર્માતા અસિત કુમાર મોદી હંમેશા કહે છે કે દર્શકો મારા બોસ છે. આ વાતને ધ્યાનમાં રાખીને તેઓ નવીના વાડેકરને શોમાં લાવી રહ્યા છે. નવીના આ શોમાં બાઘાની બાવરી તરીકે આવી રહી છે. પોતાની નવી બાવરી વિશે વાત કરતાં આ શોના નિર્માતા અસિત કુમાર મોદીએ કહ્યું, ‘હું આ પાત્ર માટે એક ફ્રેશ અને માસૂમ ચહેરો શોધી રહ્યો હતો. અમે નસીબદાર છીએ કે અમને આવી બાવરી મળી ગઈ. તે શો પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત અને પ્રતિબદ્ધ છે. અમારો શો દર્શકોનો પ્રિય શો છે અને અમારે તેમની આશાઓ અને અપેક્ષાઓ પૂરી કરવાની છે. મને ખાતરી છે કે તેઓ તેમની વહુ નવીના વાડેકરને તેમનો પ્રેમ અને ટેકો આપશે.

તેઓ આગળ કહે છે, ‘તે તેના પાત્રને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બ્રાન્ડને સારી રીતે સમજે છે. અમે ઘણી પ્રતિભાઓનું ઓડિશન લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ નવીના વાડેકરને પસંદ કર્યા હતાં. હું અમારા દર્શકોને વિનંતી કરું છું કે તેઓ તેમની બાવરી પર ખૂબ જ સ્નેહ અને આશીર્વાદ વરસાવે.

શો નવા ચહેરા સાથે બાવરી પાછી ફરી
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાલુ ટ્રેકમાં બાવરી તેના શહેરથી પરત ફરી છે. તે બાઘાને બગીચામાં મળવાનું કહે છે. પરંતુ બાદમાં બાવરી તેને મેસેજ કરે છે કે તે આ સંબંધ તોડવા માંગે છે. ત્યારથી માત્ર બાઘા અને નટુ કાકા જ નહીં પરંતુ સમગ્ર ગોકુલધામ સોસાયટી ચિંતિત છે. દરેક વ્યક્તિ બાવરીના આ વર્તનનું કારણ જાણવા માંગે છે. હવે દરેકને પોતપોતાના પ્રશ્નોના જવાબો મળશે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સૌથી લાંબા સમય સુધી ચાલતા શોમાંથી એક છે. છેલ્લા 15 વર્ષથી આ શો ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે.

Most Popular

To Top