નેત્રંગ પોલીસે દંપતીના ઘરે દરોડો પાડી આટલા કિલો ગાંજો જપ્ત કર્યો

નેત્રંગ: નેત્રંગના (Netrang) નોળિયા ફળિયા ખાતે રહેતા રાજેશભાઈ અભેસીંગ વસાવા તથા પીન્ટાબેન રાજેશભાઈ વસાવાના ઘરે નર્મદા એસ.ઓ.જી. પોલીસે (Police) દરોડો (Raid)પાડ્યો હતો. જ્યાં તપાસ કરતા બે કિલો ગાંજાનો (Cannabis) જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂા.20000, મોટર સાઈકલ નં. GJ-16-ED-7180 કિં.રૂા.20000, મોબાઈલ કિં.રૂા.5000 તથા રોકડા રૂા.800 મળી કુલ 45800 રૂપિયાના મુદ્દામાલ સાથે ગાંજાની હેરાફેરી કરતા આ દંપતિને ઝડપી પાડી તેમના વિરૂધ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દર્જ કરાવ્યો હતો તથા ગાંજો આપનાર અન્ય એક આરોપી સાનુદાદા (રહે.ગંથા તા.કુકરમુંડા જી.તાપી)ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

ચોરેલી 19 બાઈક સાથે બે રીઢા ચોર પકડાયા
અંકલેશ્વર: અંકલેશ્વર શહેર પોલીસે નોંધપાત્ર ગુનામાં સંડોવાયેલા બે રીઢા ચોરની ધરપકડ કરી લે રૂપિયા આઠ લાખ ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
અંકલેશ્વર સુરવાડી બ્રિજ પાસેથી આવતા બે ઇસમોને બાઈક પર અટકાવીને તપાસ કરતા બાઈક ચોરીની હોવાનું જણાયું હતું. પોલીસે ગુના સંદર્ભે મૂળ અંકલેશ્વરના સેલારવાડના રહીશ નઈમ ઉર્ફે સાનુ ઈકબાલ શેખ અને અંકલેશ્વર મરઘા કેન્દ્ર પાસે સર્વોદય નગરમાં રહેતા મહંમદ ઉઝેર ઉર્ફે અબ્દુલ મજીદ શેખની ધરપકડ કરી છે. આ બંને આરોપીની કડક પૂછપરછમાં તેમણે ૧૯ બાઈક ચોરી કર્યાની કબૂલાત કરી હતી પોલીસે તમામ બાઈક કિંમત રૂપિયા 8,97,500 રિકવર કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આગળની પૂછપરછમાં બન્નેએ આરોપીઓ વધુ બાઈક ચોરી કબૂલ કરે એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉમરગામના પળગામમાં ચોરી કરનારા ત્રણ ઝડપાયા
ઉમરગામ : ઉમરગામ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રણ ઈસમો સાયકલ ઉપર સિમેન્ટની બે બોરી ઉપર કોઈક વજનદાર વસ્તુ લઈ જતા જોતા તેઓની ઉપર શંકા ગઈ હતી આ બોરીમા બ્રાસ પિત્તળના ગઠ્ઠા સ્લગ હોવાનું જણાતા તે ક્યાંથી લાવ્યા અને આધાર પુરાવા માંગતા આ ત્રણેય ઇસમો સંતોષકારક જવાબ આપ્યો ન હતો તેઓને તાબામાં લઇ પૂછપરછ કરતા ઉમરગામ તાલુકાના પળગામ ખાતે આવેલ મહેતા ટ્યુબ નામની કંપનીમાંથી રૂપિયા ૯૦ હજારની કિંમતનો મુદ્દામાલ ચોરી કરેલ હોવાનું જણાવતા આ ગુનામાં તહોમતદાર ઓમપ્રકાશ દ્વારકાપ્રસાદ ચૌરસિયા જે અગાઉ આ કંપનીમાં કામ કરી ચૂક્યો હોવાથી તથા તેના મિત્ર બિજેન્દ્ર રાજેન્દ્ર પટેલ અને અનુપકુમાર કેશવરામ રાજપર હાલ તમામ રહે ઉમરગામ દેવધામ મૂળ રહે યુપીની પોલીસે રૂપિયા ૯૦ હજારની કિંમતના મુદ્દામાલ સાથે અટક કરી હતી.

Most Popular

To Top