નેત્રંગ ઝંખવાવ રોડ પર પંચાયત વારીગૃહ તેમજ બાગ પાસે કચરાના ઢગલામાં મરેલા મરધા કોઇક ફેંકીને ગયું હતું.જેને જોઈ અહીંથી પસાર થતાં લોકો,સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા જતા ભાવિકભકતો અને રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ વિસ્તારમાં તાલુકા મથક ખાતે આવેલી કેટલીક કચેરીઓના મુખ્ય અધિકારીઓનું રહેઠાણ છે. ઢગલે બંધ મરેલા મરધા રસ્તે ફેંકી દેવાતા બર્ડફ્લુનો રોગચાળો ફેલવાનો ભય લોકને સતાવી રહ્યો છે. આ કારણે હવે અહીં સીસીટીવી કેમેરા મુકવા જરૂરી બન્યા છે.