મુંબઈ: ઓટીટી પ્લેટફોર્મ નેટ ફ્લિક્સ વિવાદોમાં સપડાયું છે. માધુરી દીક્ષિત વિશે અશોભનીય કોમેન્ટ કરવા બદલ નેટફ્લિક્સને નોટીસ મોકલવામાં આવે છે. જો નેટફ્લિક્સ અશોભનીય ટીપ્પણીવાળો એપિસોડ નહીં હટાવે તો તેની સામે કાનૂની કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
લેખક અને રાજકીય વિશ્લેષક મિથુન વિજય કુમારે સ્ટ્રીમિંગ સાઈટ નેટફ્લિક્સને નોટિસ મોકલી છે. આ નોટિસ નેટફ્લિક્સના લોકપ્રિય શો ‘ધ બિગ બેંગ થિયરી’માંથી એક એપિસોડ હટાવવાના સંબંધમાં મોકલવામાં આવી છે. આ સમગ્ર મામલો અભિનેત્રી માધુરી દીક્ષિતના અપમાન સાથે સંબંધિત છે. હકીકતમાં, શોની બીજી સીઝનના પહેલા એપિસોડમાં રાજ કૂથરાપલ્લીના પાત્રે બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. મિથુન વિજય કુમારે આ અંગે નેટફ્લિક્સને નોટિસ પાઠવી છે.
માધુરી દીક્ષિત અંગે રાજ કૂથરાપલ્લી દ્વારા કરાયેલી ટિપ્પણી માત્ર વાંધાજનક જ નહીં, અપમાનજનક પણ છે. તેમનું કહેવું છે કે આવી સામગ્રીની સમાજ પર નકારાત્મક અસર પડે છે. આ ટિપ્પણી ખાસ કરીને સ્ત્રીઓ સામેના સ્ટીરિયોટાઇપ્સને કાયમી બનાવે છે. લેખકે કહ્યું, ‘આવી સામગ્રી મહિલાઓ પ્રત્યે નફરતને પ્રોત્સાહન આપે છે, જેને સહન કરવામાં આવશે નહીં.’
આ એપિસોડને તાત્કાલિક દૂર કરવા માંગ સાથે OTT પ્લેટફોર્મ પર મહિલાઓ સાથે ભેદભાવને પ્રોત્સાહન આપવા બદલ કાનૂની કાર્યવાહીની ચીમકી પણ આપવામાં આવી છે. આ નોટિસ નેટફ્લિક્સની મુંબઈ ઓફિસને મોકલવામાં આવી છે. તમને જણાવી દઈએ કે શોમાં રાજ કૂથરાપલ્લીનો રોલ એક્ટર કુણાલ નય્યરે કર્યો છે.
નેટફ્લિક્સ જેવી કંપનીઓએ તેમની જવાબદારી સમજવી જોઈએ. તેઓ સામાજિક મૂલ્યો અને ભાવનાઓ પ્રત્યે સંવેદનશીલ હોવા જોઈએ. તમામ OTT પ્લેટફોર્મ ઓફર કરવામાં આવતી સામગ્રીની ગુણવત્તાનું ધ્યાન રાખે છે. તેમની સાઈટ પર અપમાનજનક અને ભેદભાવપૂર્ણ સામગ્રી ન આપવાની જવાબદારી તેમની છે. આ બાબતને લઈને ‘બિગ બેંગ થિયરી’ વિવાદમાં છે. નેટફ્લિક્સ આ મામલે શું પગલાં લે છે તે જોવું રસપ્રદ રહેશે. વિવાદમાં છે. નેટફ્લિક્સ આ મામલે શું પગલાં લે છે તે જોવું રસપ્રદ રહેશે.