બળિયાના બે ભાગ એ આનું નામ. ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુ એટલે ક્રૂરતા અને શઠ પ્રકૃતિનો સમન્વય. આ નેતન્યાહુ કોઈની માફી માગે એવું તમે કલ્પી શકો? પણ એવું બન્યું છે. નેતન્યાહુએ તાજેતરમાં દોહા ઉપર હુમલો કરવા માટે કતારના વડા પ્રધાનની માફી માગી. કતારના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાનને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હેડક્વાર્ટર વ્હાઇટ હાઉસ ખાતેથી ૨૯ સપ્ટેમ્બરના દિવસે સીધો ફોન કરી ઇઝરાયલ દ્વારા કતારની રાજધાની દોહા પર કરવામાં આવેલ હુમલા અંગે વિવેકપૂર્વક માફી માગી લેવામાં આવી હતી.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મિટિંગ બાદ તરત જ આ ફોન કતારના વડા પ્રધાનને જોડીને નેતન્યાહુએ અત્યંત સંયત ભાષામાં એમની માફી માગી હતી. સાથોસાથ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, ‘છેલ્લાં અઢી વર્ષ કરતાં વધુ સમયથી ચાલતો ગાઝાનો ભીષણ સંગ્રામ પણ સમજૂતી તરફ જશે.’
તમારા મનમાં કદાચ પ્રશ્ન થાય કે, નેતન્યાહુએ આ માફી શેના માટે માગી? જવાબ છે, આ સપ્ટેમ્બરની શરૂઆતમાં ઇઝરાયલ દ્વારા દોહા સ્થિત સિનિયર હમાસ નેતાઓ પર હુમલા કરાયા હતા જે દરમિયાન સિનિયર હમાસ ઑફિસરના દીકરા સમેત પાંચ વ્યક્તિઓનાં મરણ થયાં હતાં. આ હુમલાને પરિણામે અમેરિકા તેમજ ઇઝરાયલ વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બનવા પામ્યા હતા. નેતન્યાહુના મનસ્વી અને એકતરફી વલણને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ પણ છંછેડાયા હતા અને એમણે આ વર્તનને બેજવાબદાર તેમજ અક્કલ વગરનું જણાવી વિધાન કર્યું હતું કે, ઇઝરાયલની અપરિપક્વતાને કારણે આ વિસ્તારમાં ચાલી રહેલ ડિપ્લોમસી એટલે કે કૂટનીતિને લગતી મંત્રણાઓ ઉપર અવળી અસર થવા પામશે. આ મંત્રણાઓ હાલમાં ટ્રમ્પના મતે નાજુક તબક્કામાં છે.
આ પશ્ચાત્ ભૂમિકા સાથે નેતન્યાહુએ કતારના વડા પ્રધાનને આ ગંભીર ક્ષતિ બદલ ક્ષમાયાચનાનો ટેલિફોન કર્યો હતો. આ અગાઉ કતાર દ્વારા ઇઝરાયલના આ હુમલાને ‘કાયરપણાની પરાકાષ્ઠા’ જણાવી એવું કહેવામાં આવ્યું હતું કે, આ હુમલા થકી ઇઝરાયલે આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ તેમજ કાયદાઓનો ભંગ કર્યો છે. કતારના વિદેશ મંત્રાલય દ્વારા જણાવાયા મુજબ જાણી જોઈને આ હુમલા દરમિયાન રહેણાંકના વિસ્તારો જ્યાં હમાસનાં કર્મચારીઓ રહેતાં હતાં તેને નિશાન પર લઈને ઇઝરાયલે આ વખોડવાલાયક હુમલો કર્યો હતો. હમાસ દ્વારા કરવામાં આવેલ નિવેદન મુજબ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા થયેલ આ હુમલાને કારણે ચાલી રહેલી મંત્રણાઓ ઉપર કોઈ વિપરીત અસર ન થાય તે માટે પોતે કટિબદ્ધ છે અને આ પ્રકારના કૃત્યને કારણે હમાસની સ્થિતિમાં કોઈ ફરક પડવાનો નથી.
બીજી બાજુ વધતી જતી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં નેતન્યાહુએ કતારને હમાસના કાર્યકારીઓ સામે પગલાં લેવાનું સૂચન કર્યું હતું અને સાથોસાથ એવી પણ ચેતવણી ઉચ્ચારી હતી કે, ‘જો હમાસ સામે પગલાં લેવામાં નહીં આવે તો ઇઝરાયલ હજુ પણ વધુ આકરા પગલાં લેશે’ એવા નેતન્યાહુના સ્ટેટમેન્ટને બેજવાબદાર અને ઉશ્કેરણીજનક ગણાવ્યું હતું. નેતન્યાહુએ કતારના વડા પ્રધાનને આ સંદર્ભે માફી માગતો ફોન કરી જે કાંઈ ઘટના ઘટી તે બાબત પોતાની દિલગીરી વ્યક્ત કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ સીધો વ્હાઇટ હાઉસમાંથી જ ફોન કરીને પોતાનું વલણ સ્પષ્ટ કરી આ સંપૂર્ણ બનાવ અંગે કતારની માફી માગવાનું ઇઝરાયલનું પગલું સ્પષ્ટ રીતે કહી શકાય કે, ડોનાલ્ડ ટ્રમ્પની સમગ્ર બાબતે નારાજગી અને એને વખોડી કાઢતાં વલણ સંદર્ભે કરવામાં આવ્યું હતું અને તે રીતે જોઈએ તો આ સ્ટેટમેન્ટ ઇઝરાયલ તેમજ કતાર વચ્ચેના આ મામલે અમેરિકાની દરમિયાનગીરીનું પરિણામ છે તેમ કહી શકાય. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર નેતન્યાહુએ કતારનું સાર્વભૌમત્વ ભંગ કરવા બદલ ઇઝરાયલ તરફથી દિલગીરી વ્યક્ત કરતાં નેતન્યાહુએ ખાતરી આપી હતી કે, ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ નહીં થાય. આ કોલ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા. આમ, આ સમગ્ર પ્રકરણે કતારની લાગણી દુભાવી હતી તેના ઉપર ઇઝરાયલી વડા પ્રધાન થકી માફી મંગાવી ડોનાલ્ડ ટ્રમ્પે મલમપટ્ટો કરવાનું કામ કર્યું હતું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.