National

ભારતના પગલે આ દેશમાં પણ ‘કોવિશિલ્ડ’ને તત્કાલીન ઉપયોગ માટેની મંજૂરી

કાઠમંડુ (Kathmandu): ભારતમાં આવતીકાલથી વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણ (Vaccination/ inoculation programme) કાર્યક્રમની શરૂઆત થવા જઇ રહ્યો છે. વિશ્વના ટોચના દેશો અને સંસ્થાઓએ પણ કોરોનાની પરિસ્થિતિ સારી રીતે સંભાળવામાં ભારત સરકારના વલણની ખાસ્સી પ્રશંસા કરી છે. ભારતમાં જે બે રસીઓને મંજૂરી અપાઇ છે. તે બંને ભારતીય રસીઓ જ છે, એમ કહી શકાય. કારણ ભારતમાં ઑક્સવર્ડ-એસ્ટ્રાઝેનેકાની (Oxford-Astrazeneca) સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (Serum Institute of India, Pune -SII) દ્વારા વિકસિત કોવિશિલ્ડ (Covishield) અને ભારતીય કંપની ભારત બાયોટેક (Bharat Biotech) દ્વારા વિકસિત કોવેક્સિનને (Covaxin) તત્કાલીન વપરાશની મંજૂરી આપી દેવાઇ છે.

રસીની અસરકારકતા વિશે ભારતના કેન્દ્રીય આરોગ્ય અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ બેને રસીઓના હજારો લોકો પર પરીક્ષણો થઇ ચૂક્યા છે. એટલે આ રસીઓ અસરકારક અને વિશ્વસનીય છે. ભારતના વડાપ્રધાન મોદીએ શરૂઆતથી જ ઓછી કિંમતમાં કોરોનાની રસી ભારત સહિત ઓછી આવકવાળા દેશોને મળી શકે એવું લક્ષ્ય રાખ્યુ હતુ.

સમાચાર આવ્યા છે કે નેપાળમાં (Nepal) પણ કોવિશિલ્ડ રસીને તત્કાલીન ઉપયોગ માટેની મંજૂરી મળી ગઇ છે. જણાવી દઇએ કે કોવિશિલ્ડના એક ડોઝની કિંમત ભારતમાં 220/- રૂ.ની આસપાસ હશે. આ દ્રષ્ટિએ બહારના દેશો માટે આ રસીની કિંમત 500/-થી વધારે નહીં હોય. જણાવી દઇએ કે નેપાળમાં અત્યાર સુધી કોરોનાના 2.66,816 કેસ નોંધાયા છે. અહીં કોરોનાનો ભોગ બનનાર લોકોનો આંકડો 1948 છે. આ દેશમાં ્ત્યાર સુધી 2,60,567 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

આ સિવાય અમેરિકા અને લંડનમાં જે રસીકરમ કાર્યક્રમ શરૂ થયો છે તેમાં ફાઇઝરના શોટ્સ (Pfizer Vaccine Shots) અપાયા છે. આ રસીઓની કિંમત ભારતમાં ખાસ્સી મોંઘી છે. બીજી બાજુ ફાઇઝરને માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં રાખવું એ એક પડકાર હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top