Vadodara

ગટરગંગામાં નહેરુ નગર ગરકાવ

વડોદરા: પાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવા માટે તદ્દન નિષ્ફળ નીવડી રહ્યું છે. તમે જ્યાં જુવો ત્યાં ઠેર ઠેર ગંદકી, ઉભરાતી ગટરો, રોડ રસ્તા સહિતની સુવિધા આપવા માટે નિષ્ફળ નીવડ્યું છે. સ્માર્ટ સીટી વડોદરાના સત્તાધીશોના અધિકારીઓના પાપે આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ આપવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. પ્રજા લેખિત મૌખિક ફરિયાદો કરે છે છતાં પણ સત્તાધીશો અને અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. શહેરના પૂર્વ વિસ્તારમાં આમ તો થોડા જ વરસાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાય જતા હોય છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ચાચા નહેરુ વસાહતમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

રજુઆતો બાદ પણ પ્રજા ટેક્સના પૈસાથી પગાર મેળવતા અધિકારીઓ સત્તાધીશો પ્રજા કામ કરવામાં ગંભીરતા દાખવતા નથી ઉભરાતી ગટરના કારણે વિસ્તારમાં દુર્ગધ ગંદકી, આરોગ્યના પ્રશ્નો નિર્માણ થયા છે. જેને લઇ સ્થાનિકોએ પોતાની સમસ્યા મીડિયા સમક્ષ જણાવી હતી. તેઓએ કહ્યું હતું કે વોટ લેવા નેતાઓ આવે છે પણ પ્રજાની સમસ્યાનું નિરાકરણ લાવવા દેખાતા પણ નથી સમગ્ર મુદ્દે સ્થાનિકોએ આક્રોશ ઠાલવી સમસ્યાનું નિરાકરણની મંગની કરી હતી. સાથેજ સમસ્યાનું નિરાકરણ નહી આવે તો ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.

Most Popular

To Top