Entertainment

નેહાની નજર ટાર્ગેટ પર

કેટલીક અભિનેત્રીઓ માટે રજૂ થતી દરેક ફિલ્મો ખાસ હોય છે અને તેમને આશા હોય છે કે રજૂ થનારી એ ફિલ્મ તેને એકદમ ખાસ બનાવી દેશે. ફિલ્મ જગતમાં સપના જોનારાઓનું જ કામ છે. નેહા શર્માની ‘જોગીરા સરા રારા’ રજૂ થઈ રહી છે અને તેને નજરમાં વસાવી લેશે. એ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે અને નવાઝુદ્દીન સિદ્દીકી પણ જરા જુદો છે. નવાઝુદ્દીન જોગી પ્રતાપના પાત્રમાં છે અને નેહા બની છે. ડિમ્પલ ચૌબે. બંનેની જોડી ફ્રેશ છે. નવાઝની હમણાં કોઈ એવી ફિલ્મ નથી આવી જેમાં તે પ્રેક્ષકોને ગમ્યો હોય.

તો નેહા શર્મા પણ છેલ્લે તાન્હાજી…’ માં કમલાદેવી તરીકે દેખાયેલી. એ પોતાની ફિલ્મ પસંદગી બાબતે કાળજી રાખે છે. દરેક ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી ન બની શકાય પણ જેમાં મુખ્ય અભિનેત્રી ન હોય તેમાં સારી ભૂમિકાની અપેક્ષા રાખે છે. નેહા શર્માની પહેલી ફિલ્મ ‘ચીરુથા’ હતી જેમાં તેનો હીરો રામચરણ હતો. એ જો કે તેલુગુ ફિલ્મ હતી. બીજી ‘ફુરાડુ’ પણ તેલુગુ જ હતી જેમાં તેનો હીરો વરૂણ સંદેશ હતો એટલે તે હિન્દી ફિલ્મમાં પણ હીરોઈન તરીકે જ શરૂઆત કરવા માંગતી હતી અને ‘ક્રુક’ માં તેણે ઈમરાન હાશ્મી સાથે જોડી બનાવી.

‘તેરી મેરી કહાની’માં જો કે શાહીદ કપૂર અને પ્રિયંકા ચોપરા હતા અને તેણે એક કેમિયો કર્યો. એકતાકપૂરે તેને ‘ક્યા સુપર કુલ હૈ હમ’માં લીઘી પણ તેમાં એકથી વધુ જોડી હતી એટલે તે કુલ રહી. નેહા સ્પષ્ટ હતી કે ભલે એકદમ ટોપ સ્ટાર સાથે ફિલ્મો ન મળે પણ હીરોઈન તો હોવી જ જોઈએ એટલે ‘જયંતાભાઈ કા લવસ્ટોરી’ માં તે વિવેક ઓબેરોયની હીરોઈન બની. તેના નસીબમાં જો કે એવી ફિલ્મો અને હીરો જ આવ્યા. ‘યંગીસ્તાન’માં જેકી ભગનાની ‘ક્રિતી’માં મનોજ વાજપેયી, ‘તુમ બીન-2’ માં આસીમ ગુલાતી.

તેનું આ ધોરણ હજુ જળવાયું છે એટલે ‘જોગીરા સરા રા રા’ માં નવાઝુદ્દીન સિદ્દીકીની સાથે છે. ‘આફત-એ-ઈશ્ક’ ફિલ્મ જે કોઈએ જાણી નહીં તેમાં તો જો કે હીરોનું જ મહત્વ ઓછુ હતું. પણ નેહાનું નિશાન ઊંચુ જ રહ્યું છે. તે ‘ઈલિગ’ નામની વેબ-સિરીઝમાં નિહારિકા સીંઘ નામની વકીલ બની હતી. તે કેટલાક મ્યુઝિક વિડીયોમાં પણ આવી છે. બિહારના ભાગલપુરની નેહા શર્મા ફેશન ડિઝાઈનીંગનું ભણીને આવી છે એટલે પોતાને કેવી ફેશનમાં રાખવી તે બરાબર જાણે છે. તે પોતાનું ક્લોથીંગ લેબલ પણ ધરાવે છે. ફિલ્મોમાં તેનું લક્ષ્ય ઊચું રાખ્યું છે અને તેને ખાત્રી છે કે એક સમયે તે રણબીર કપૂર, શાહીદ કપૂર, વરૂણ ધવન સાથે જોડી જમાવશે. •

Most Popular

To Top