માનવી સામાજિક પ્રાણી હોવાથી, વિચારશીલ વ્યક્તિ તરીકે તેનામાં ઉપેક્ષા અને અપેક્ષા બન્ને રહેવાની. દરેક વ્યક્તિ પોતાની હેસિયત અને મર્યાદામાં રહીને અપેક્ષા રાખે તો ઉચિત ગણાય. વ્યવહારમાં આપણે અનુભવીએ છીએ કે કેટલાંક વ્યક્તિઓ દરેક ક્ષેત્રે પોતાની ઉપેક્ષા થઈ રહી હોવાની જાણ છતાં બુદ્ધિશાળી વ્યક્તિ એમ વિચારે કે ઉપેક્ષા કેવી વ્યક્તિ દ્વારા થઈ રહી છે. જો આવી ઉપેક્ષા હીન કક્ષાની હોય તો ઉપેક્ષિત થનાર વ્યક્તિ આ બાબતને ધ્યાને લેતા નથી હોતા.
જીવનના દરેક તબક્કે સામાજિક, આર્થિક, રાજકીય, વહીવટ ક્ષેત્રે બધાથી પર રહીને જે સેવાનું કાર્ય કરે છે તેના માટે ઉપેક્ષા જેવી બાબત ગૌણ બની જાય છે. ઘણી વખત એવું બને કે દરેક ક્ષેત્રે દરેક પ્રકારના વ્યક્તિ સાથે કામ લેવાનું હોય ત્યારે વિશાળ હૃદય અને મોકળું મન રાખીને ચોક્કસ જ્ગ્યાએ હાજરી આપવાની હોય છે. ઘણી વખત નબળા વ્યક્તિ ઉપેક્ષાનો વધુ પડતો શિકાર બને છે. પોતાની જાત સાથે અપેક્ષા રાખવામાં આવે તો દરેક વ્યક્તિનો ego જેવું કંઈ રહેતું નથી.
સુરત – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.