નવી દિલ્હી(New Delhi) : ટોક્યો ઓલિમ્પિકના (Tokyo Olympic) સિલ્વર મેડલ વિનર (Silver Medal Winner) નીરજ ચોપરાએ (Neeraj Chopra) સ્વીડનના (Sweden) બુડાપેસ્ટમાં (Budapest) ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં (World Athletics Championship) શાનદાર રમત બતાવી છે. નીરજે જૈવલિન થ્રો ઈવેન્ટની (Javelin throw event) ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. નીરજે પહેલા પ્રયાસમાં જ 88.77 મીટર દૂર જૈવલિન ફેંકીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ફાઈનલ મેચ 27 ઓગસ્ટે રમાશે.
વર્તમાન સિઝનમાં નીરજ ચોપરાનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. અગાઉ વર્તમાન સિઝનમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 88.67 હતું. આ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરા સહિત વિશ્વભરના 37 ભાલા ફેંકના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ સાથે નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024 માટે પણ ક્વોલિફાય કર્યું છે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી રમાશે.
નીરજ ચોપરાને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યો હતો, જેમાં એન્ડરસન પીટર્સ અને જુલિયન પીટર્સનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનના અરશદ નદીમ અને જેકબ વડલેચ જેવા સ્ટાર ખેલાડીઓને ગ્રુપ-બીમાં રાખવામાં આવ્યા છે. જૈવલિન થ્રો કોમ્પિટિશનની ફાઇનલમાં સ્થાન માટે ક્વોલિફાઇંગ માર્ક 83 મીટર છે, જે નીરજ ચોપરા માટે એકદમ સરળ હતું.
આ સિઝનમાં નીરજ ચોપરા માત્ર બે જ ટોચના સ્તરની ઇવેન્ટ્સ રમ્યો હતો. દોહા અને લૌઝેન ડાયમંડ લીગ બંનેમાં નીરજે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ બે ઈવેન્ટ્સ વચ્ચે તેણે ઈજાને કારણે એક મહિનો આરામ પણ કર્યો હતો. લગભગ બે મહિનાના આરામ અને તાલીમ પછી ચોપરાએ કહ્યું કે તે મોટી ઈવેન્ટ માટે તૈયાર છે, જેનો દરજ્જો ઓલિમ્પિક જેવો છે. ગોલ્ડ મેડલના અન્ય દાવેદારોમાં ચેક રિપબ્લિકના જેકબ વેડલેચ, જર્મનીના જુલિયન વેબર અને ડિફેન્ડિંગ ચેમ્પિયન એન્ડરસન પીટર્સનો સમાવેશ થાય છે.
નીરજ ચોપરાએ અમેરિકામાં 2022ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને તે આ વખતે અહીં ગોલ્ડ મેડલના દાવેદારોમાંનો એક છે. જો ચોપરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતશે તો ઓલિમ્પિક્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપની વ્યક્તિગત ઈવેન્ટમાં યલો મેડલ જીતનાર શૂટર અભિનવ બિન્દ્રા પછી તે માત્ર બીજો ભારતીય બની જશે. બિન્દ્રા 2006માં ઝાગ્રેબમાં 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ટોપ પોડિયમ ફિનિશ હાંસલ કરીને 2008માં વ્યક્તિગત ઈવેન્ટમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો.