Madhya Gujarat

દાહોદના લીમડી પોલીસે ચોરીની આઠ મોટરસાઇકલ સાથે બેશખ્સને ઝડપી પાડ્યા

દાહોદ : દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની લીમડી પોલીસને મોટી સફળતા મળી રહેવા પામી છે જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુન્હામાં બે મોટરસાઈકલ ચોરોને લીમડી પોલીસને મળેલ બાતમીના આધારે લીમડી કરંબા રોડ પરથી ચોરીની મોટરસાઈકલ સાથે ઝડપી પાડી તેઓને પોલીસ મથકે લાવી સઘન પુછપરછ કરતાં દાહોદ, ગોધરા, સુરત, પાવાગઢ વિગેરેથી મોટરસાઈકલ ચોરી કરી હોવાનું સામે આવતાં પોલીસે આ બંન્ને મોટરસાઈકલ ચોરો પાસેથી ચોરીની કુલ આઠ મોટરસાઈકલો કબજે લઈ કુલ રૂા.૩,૪૦,૦૦૦નો મુદ્દામાલ રીકવર કરેલ છે.

ગત તા.૦૩ ઓગષ્ટના રોજ ઝાલોદ તાલુકાની લીમડી પોલીસ પોતાના હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમ્યાન લીમડી પોલીસને બાતમી મળી હતી કે, દાહોદ ટાઉન પોલીસ મથકના ગુન્હામાં ચોરીની મોટરસાઈકલ લઈ બે ઈસમો નીકળનાર છે. આ બાતમીના આધારે લીમડી પોલીસે લીમડી કરંબા ચોકડી ઉપર વાહન વાહન ચેકીંગ દરમ્યાન એક ઈસમ નંબર પ્લેટ વગરની મોટરસાઈકલ સાથે આવતં પોલીસે તેને રોક્યો હતો અને તેની પાસેથી મોટરસાઈકલના કાગળો માંગતા મળી આવ્યાં ન હતાં જેથી પોલીસે ઈ. ગુજકોપ પોકેટ કોપની મદદથી એન્જીન, ચેચીસ નંબરો સર્ચ કરતાં અને આર.ટી.ઓ. માંથી એન્જીન, ચેચીસ ઉપરથી માહિતી મેળવતાં મોટરસાઈકલના માલિક મુળ અમૃતલાલ જીથરાભાઈ સરતાના (રહે. લીમડાબરા, ગામતળ ફળિયું,  તા.જિ.દાહોદ) સામે આવતાં પોલીસે અમૃતલાલનો સંપર્ક કરતાં અમૃતલાલે પોતાની આ મોટરસાઈકલ ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. 

પોલીસે તાત્કાલિક પકડેલ ઈસમ જીજ્ઞેશભાઈ ઉર્ફે જગર ઉર્ફે જીગો ઉર્ફે બેરો શાંતીલાલ ખાગુડા (રહે. ઝાલોદ, તા.ઝાલોદ, જિ.દાહોદ) આ ચોરીની મોટરસાઈલ વિજયભાઈ ઉર્ફે વિજુ ચીમનભાઈ મેડા (રહે. સારમારીયા, વાંક ફળિયું, તા.ઝાલોદ, જિ. દાહોદ) કોઈ ગ્રાહકને વેચવા આપેલ હોવાનું જણાવ્યું હતું. લીમડી પોલીસે આ વિજયભાઈને પણ ઝડપી પાડી પોલીસ મથકે લઈ આવી હતી.

ઉપરોક્ત બંન્ને ઈસમો પાસેથી જાણવા મળ્યાં અનુસાર, તેઓએ દાહોદ શહેર, દાહોદ તાલુકા, ગોધરા, સુરત અને પાવાગઢ સહિત શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટરસાઈકલ ચોરી કરી હતી. પોલીસે આ મોટરસાઈકલ ચોરો પાસેથી કુલ આઠ ચોરીની મોટરસાઈકલો કિંમત રૂા. ૩,૪૦,૦૦૦ની કબજે કરી લીધી હતી. લીમડી પોલીસે ઝડપાયેલ ઉપરોક્ત બંન્ને મોટરસાઈકલ ચોરોની સઘન પુછપરછ પણ હાથ ધરી છે અને પુછપરછમાં હજુ અનેક સઘળી હકીકતો પણ બહાર આવવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.

પોકેટ કોપ મોબાઇલના ઉપયોગથી લીમડી પોલીસે મોબાઇલ ચોરીનો આરોપી ઝડપ્યો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં થોડા દિવસો પુર્વે એક વેપારીનો દુકાનમાંથી મોબાઈલ ફોન ચોરી થઈ ગયાં ઘટના બની હતી અને આ મામલે વેપારીએ લીમડી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી. લીમડી પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ત્વરીત એક્શનમાં આવેલ પોલીસે ગણતરીના કલાકોમાં પોકેટ કોપ મોબાઈલનો ઉપયોગ કરી આ મોબાઈલ ચોરી કેસમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતાં પ્રાપ્ત કરેલ છે.લીમડી પોલીસે અલગ અલગ ટીમો બનાવી આ ગુન્હાનો ભેદ ઉકેલી રહી હતી અને આ દરમ્યાન લીમડી નગરના આસપાસના સીસીટીવી ફુટેજાે પણ લીમડી પોલીસે ચેક કર્યાં હતાં જેમાં એક મોટરસાઈકલ ચોરીની ઘટનામાં ઉપયોગ કરી હોવાનું સામે આવ્યું હતું અને આ મોટરસાઈકલનો નંબર પોકેટ કોપ મોબાઈલમાં સર્ચ કરતાં મોટરસાઈકલના માલિક એઝાજ યુસુફ પીંજારા (રહે. દાહોદ, મોટાઘાંચીવાડ,) નું પોલીસને જાણળા મળ્યું હતું.  આ બાદ પોલીસે એઝાજનો સંપર્ક કરતાં  બનાવના દિવસે મોટરસાઈકલ પોતાના ભાઈ ફિરદોસ યુસુફ પીંજારા લઈ ગયો હોવાનું પોલીસને જણાવ્યું હતું જેને આધારે તેને પકડતાં પોતાની સાથે ફિરદોસ ઉર્ફે અલા – બલા ઈસાભાઈ છિત્તલ (રહે. દાહોદ રોડ, સ્મશાન રોડ, ઘાંચીવાડ, તા. જિ.દાહોદ) નાઓ મોટરસાઈકલ ઉપર બેસી લીમડીના વેપારીને ત્યાં આવ્યાં હતાં અને ત્યા ટાયર  ખરીદવાના બહાને દુકાનદારનો મોબાઈલ ફોન ચોરી કરી હોવાનું સામે આવતાં ઉપરોક્ત બંન્ને આરોપીઓને પોલીસે પકડી લાવી લીમડી પોલીસ મથકે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે.

ફતેપુરાના કરોડીયા ગામ પણ એક યુવતીનો મોબાઇલ ચોરાયો હતો

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરોડીયા ગામે એક યુવતીનો મોબાઈલ ફોન એક ચોર ચોરી કરી લઈ ગયાં બાદ મોબાઈલને એક મોબાઈલની દુકાને લઈ જઈ મોબાઈલના દુકાનદારે મોબાઈલનું લોક તોડી આપી એકબીજાની મદદગારી કરતાં હોવાનું પોલીસ સમક્ષ સામે આવતાં પોલીસે મોબાઈલ ચોર અને મોબાઈલના દુકાનદાર સામે ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળે છે.ગત તા.૨૨મી માર્ચના રોજ કરોડીયા ગામે બાયપાસ રોડ લેલાવા તળાવની પાળ પાસેથી રીંકલબેન રાજેશભાઈ સોલંકીનો રૂા.૧૦,૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન સંજયકુમાર કનુભાઈ હરીજન (રહે. કરોડીયા પુર્વ, તા.ફતેપુરા, જિ.દાહોદ) નો ચોરી કરી લઈ ગયો હતો. આ બાદ સંજયકુમાર દ્વારા આ મોબાઈલ ફોન લઈ તેનું લોક તોડાવવા ફતેપુરાના મોળા કુવા પાસે મોબાઈલની દુકાન ધરાવતાં રીઝવાન ઈબ્રાહીમ ધડા પાસે લઈ ગયો હતો. મોબાઈલના દુકાનદાર રીઝવાન દ્વારા આ ચોરીના મોબાઈલ ફોનનું લોક તોડી સંજયકુમારને આપી દીધો હતો.

Most Popular

To Top